रावण गया मारीच को मिलने
सुर नर असुर नाग खग माहीं । मोरे अनुचर कहँ कोउ नाहीं ॥
खर दूषन मोहि सम बलवंता । तिन्हहि को मारइ बिनु भगवंता ॥१॥
सुर रंजन भंजन महि भारा । जौं भगवंत लीन्ह अवतारा ॥
तौ मै जाइ बैरु हठि करऊँ । प्रभु सर प्रान तजें भव तरऊँ ॥२॥
होइहि भजनु न तामस देहा । मन क्रम बचन मंत्र दृढ़ एहा ॥
जौं नररुप भूपसुत कोऊ । हरिहउँ नारि जीति रन दोऊ ॥३॥
चला अकेल जान चढि तहवाँ । बस मारीच सिंधु तट जहवाँ ॥
इहाँ राम जसि जुगुति बनाई । सुनहु उमा सो कथा सुहाई ॥४॥
(दोहा)
लछिमन गए बनहिं जब लेन मूल फल कंद ।
जनकसुता सन बोले बिहसि कृपा सुख बृंद ॥ २३ ॥
રાવણ મારીચને મળવા જાય છે
સુરનર અસુર નાગ ખગમાંહ્ય મારા સેવકની ના છાંય,
ખરદૂષણ મુજશા બળવંત મારે કોણ વિના ભગવંત?
સુર રંજન ભંજન મહીભાર જો પ્રભુએ લીધો અવતાર
વેર કરું હઠપૂર્વક હું તો પ્રભુબાણે પ્રાણ તજું.
તામસ તનથી ભજન ન થાય, મન ક્રમ વચને વેર ઉપાય;
હશે મનુજ એ રાજકુમાર જીતીને તો હરીશ નાર.
(દોહરો)
એમ વિચારી રથમહીં ગયો એકલો એ
સમુદ્રતટ પર રાવણ મળવા મારીચને.
લક્ષ્મણ લેવાને ગયો અરણ્યમાં ફળકંદ,
જનકસુતા પ્રત્યે વદ્યા હસી કૃપાસુખવૃંદ.

