અરે કોઈ શ્યામલ જોગીને જઈ કહેજો રે,
જોગણ જુએ વાટડી...જી
રાત-દિવસ એ તો રાહ જુએ તારી રે
જપતી ને ભજતી બેઠી છે એકાંતે રે...જોગણ જુએ...
મઘુવનની મીઠી મસ્તીને છોડીને,
પળમાં જ પહોંચી જાને પ્રીતમ પ્યારા રે ...જોગણ જુએ...
તલસાવી તડપાવી બહુ દિન વીત્યા રે,
નટખટ નંદના કિશોર હવે જાજે રે...જોગણ જુએ....
અણુએ અણુમા અનુરાગ જગાડયો તેં,
વિરહની વ્યથામાં વીતે છે દિનરાત રે..જોગણ જુએ...
દર્શનના દુઃખે દિવાની બની છે એ તો,
દિવ્ય વૈદરાજનું સ્વરુપ સજી જાજે રે...જોગણ જુએ...
-------
Will someone inform Krishna
'Your Beloved is awaiting You'?
She is waiting day and night for You
She's singing and praying in solitude
O Krishna! Your Beloved is awaiting You
Leave Your heavenly abode
And appear before her Oh Beloved Krishna!
O Krishna! Your Beloved is awaiting You
Innumerable days have passed in longing for You
Oh the son of Nand! It's time to see her
O Krishna! Your Beloved is awaiting You
Every ounce of her being is yearning for You
Her every moment is passing in agony
O Krishna! Your Beloved is awaiting You
She is crazy for your heavenly vision
Manifest! Oh Divine Healer, see her at once
O Krishna! Your Beloved is awaiting You
MP3 Audio
રચના સમયના મનોભાવો
ગુજરાતના જાણીતા ને લાડીલા સંતશ્રેષ્ઠ પૂ. શ્રી મોટાના મૌનમંદિરોમાં રજાઓ દરમ્યાન એકાંતવાસનો લાભ લેવાનું ઘણીવાર બન્યું.
મૌનમંદિરના એ એકાંતવાસમાં અનેરો આનંદ અને પ્રભુપ્રેમની મસ્તી અનુભવવા મળે છે. સંસાર અને સમાજના કોલાહલથી દૂર રહીં થોડા દિવસો નિવૃત્તિ છતાં પ્રભુભક્તિની પ્રવૃત્તિથી ત્યાં પ્રસન્નતા અનુભવાય છે.
એકાંત સેવનમાં આપણો સ્થૂળ સાથી કોઈ નથી હોતો. પ્રભુ જ સાચો સૂક્ષ્મ સાથી બની જાય છે. પણ તે પણ સ્થૂળ રીતે તો દર્શન આપતો જ નથી ને. જેથી તે પ્રભુને પ્રેમભર્યો સંદેશો મોકલવાનું મન સ્હેજે થઈ જાય. ઘણાં દિવસો વીતી ગયા. વિરહ અસહ્ય બન્યો છે. શ્યામસુંદર જોગી બનીને આવે એવી અંતરની ઈચ્છાનો પડઘો પાડતું આ પદ મૌનમંદિર સૂરત 1978 માં લખાયું છે.
-------
During my school vacations I used to sit in Pujya Shri Mota’s Maun Mandir. For those who are unaware of what Maun Mandir is; It is a place where one secludes oneself in a room without any communication with the outside world for a minimum of seven days.
It is an opportunity to be away from everyday life and to solely offer oneself to the Divine. In this solitude one experiences a unique joy and love for the Divine and one can feel the very presence of the Divine.
In this isolated place there was nobody to accompany me. Who else could be my companion? Days were passing without the darshan of my beloved Krishna. I was yearning for His grace. My heart wished that somebody could go and tell Krishna that I was passionate for a meeting with my beloved Krishna.
My yearnings materialized in the form of this bhajan in 1978 at Surat’s Maun Mandir.