Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

યોગેશ્વર ચરણની બલિહારી,
એની વાત ખરેખર છે ન્યારી...

જીવનઘડતરની એ શાળા,
તોડે બંધનના તાળાં... યોગેશ્વર

પ્રગટ પ્રભુની શીતળ છાયા,
છોડાવે ઝંઝટ માયા... યોગેશ્વર

ગુરૂગોવિંદ તણા સથવારે,
મુક્તિ મળે મંગલ દ્વારે... યોગેશ્વર

પ્રભુપ્રેમની પુનિત પરબડી,
પામી કાયા ધન્ય બની... યોગેશ્વર

સંગ સ્વર્ગસુખ દૈવી આપે,
અજ્ઞાન તિમિરને કાપે... યોગેશ્વર

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
શ્રી યોગેશ્વરજીની છત્રછાયા સ્થૂળ રીતે ૧૯૭૯ ના ડિસેમ્બરથી શરૂ થઈ તે પહેલાં વરસો સુધી સૂક્ષ્મ રીતે એ મારા જીવનનાં પથદર્શક ને પ્રેરક બની રહ્યાં હતાં.

સ્થૂળ સાંનિધ્ય પામ્યા પછી શ્રી યોગેશ્વરજીની શીતળ છાયામાં શું શું પામી શકાયું એ ચરણો કેવાં કેવાં અલૌકિક કાર્યો કરે છે તેની રૂપરેખા આ ગીત દ્વારા વ્યકત થઈ.
 

Add comment

Submit