Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારી જીવનનૌકા સોંપી
શ્રી યોગેશ્વર ને હાથે.
જગકેરા નાથ ચલાવે,
ચિંતા ના લેશ સતાવે....મારી જીવનનૌકા

પ્રતિકૂળ પવન ફૂંકાયે,
વિકરાળ તરંગ સતાવે,
મારી નાવ સલામત સાચે,
ગુરૂદેવ પ્રભુને હાથે...મારી જીવનનૌકા

વર્ષાના વાદળ વરસે,
ચપલાઓ કાયમ ચમકે,
અંધારું ઘેરી વળશે,
પણ નાવ અભયતા ધરશે...મારી જીવનનૌકા

પ્રભુપંથે આગળ બઢશે
બીજાને મારગ ધરશે,
પ્રભુને પામીને ઠરશે,
કૃતકૃત્ય જિંદગી કરશે....મારી જીવનનૌકા

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
પ્રભુને સમર્પણ કરી દીધું ત્યારે એક દ્રઢ શ્રદ્ધા પણ હૃદયમાં જાગી ઊઠી કે યોગેશ્વરજી જેવા જીવનનૌકાના નાવિક છે પછી મારે ચિંતાની શી જરૂર? મારી જીવનનાવ વિરોધોના વંટોળો વચ્ચે પણ નિશ્ચિંત બનીને જીવનધ્યેયને પામી શકશે એવો અચળ વિશ્વાસ જીવનમાં આવી ગયો.
 

Add comment

Submit