Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વ્યથા વ્હાલમને જઈને કહેજો રે કોઈ,
વિરહાગ્નિ વરસે વ્હાલમ વેળાસર આવો.... વ્યથા

સાન્નિધ્ય વિના જીવન સુનું રે ભાસે,
મંગલ મહોત્સવ કરવો તમને રે છાજે.... વ્યથા

વચનો કીધાં દૈવી ભાવે ભરેલાં,
સત્ય કરી દો આજે કૃપાળું દેવા..... વ્યથા

વ્હાલની વેણ વ્હાલમ કેમે વિસારું,
કર જોડી કહું છું તમને શોભે શું આવું.... વ્યથા

નટખટ નંદનવન છોડીને આવો,
રોમે રોમે વગાડો પ્રેમનો પાવો.... વ્યથા

દિવ્ય દર્શન મુજને સત્વર દેજો,
દિવ્ય સંનિધિ આપી પાસે રે લેજો... વ્યથા

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
ભક્તિભાવ જાગતાં ભક્ત ભગવાન વિના બીજું કશું જ ઝંખતો નથી. ભગવાનનો વિરહ અસહ્ય બને છે રાત દિવસ ભક્તનું હૈયું આક્રંદ કરી ઊઠે છે.

એવી અવસ્થામાંથી પસાર થવાનું બન્યું ત્યારે આ પ્રાર્થના થઈ ગઈ. કોઈકની સાથે પ્રભુને સંદેશો મોકલવાનું મન થયું. દિવ્ય દર્શન અને સતત દિવ્ય સાન્નિધ્યની ભાવના આ પ્રાર્થના દ્વારા પ્રભુને પહોંચાડવામાં આવી.
 

Add comment

Submit