मंथरा ने अपनी कोशिश जारी रखी
सादर पुनि पुनि पूँछति ओही । सबरी गान मृगी जनु मोही ॥
तसि मति फिरी अहइ जसि भाबी । रहसी चेरि घात जनु फाबी ॥१॥
तुम्ह पूँछहु मैं कहत डेराऊँ । धरेउ मोर घरफोरी नाऊँ ॥
सजि प्रतीति बहुबिधि गढ़ि छोली । अवध साढ़साती तब बोली ॥२॥
प्रिय सिय रामु कहा तुम्ह रानी । रामहि तुम्ह प्रिय सो फुरि बानी ॥
रहा प्रथम अब ते दिन बीते । समउ फिरें रिपु होहिं पिंरीते ॥३॥
भानु कमल कुल पोषनिहारा । बिनु जल जारि करइ सोइ छारा ॥
जरि तुम्हारि चह सवति उखारी । रूँधहु करि उपाउ बर बारी ॥४॥
(दोहा)
तुम्हहि न सोचु सोहाग बल निज बस जानहु राउ ।
मन मलीन मुह मीठ नृप राउर सरल सुभाउ ॥ १७ ॥
*
MP3 Audio
*
મંથરાએ સમજાવવાનું ચાલુ રાખ્યું
(દોહરો)
મિષ્ટ ગીતથી હોય કો સંમોહિત મૃગલી
સંમોહિત તેવી બની બુદ્ધિ તજી સઘળી
રાણી સાદર પૂછવા લાગી વારંવાર;
દાવ સફળ જાણી થઇ દાસી મુદિત અપાર.
ભાવિ પ્રમાણે સર્વની ચંચળ બુદ્ધિ ફરી;
સાડાસાતી અવધની દાસી વદી વળી.
તમે રામને પ્રિય પ્રિય તમને સીતારામ
સાચી વાત કહી છતાં વીત્યા દિવસ તમામ.
સમય ફરે તો મિત્ર પણ શત્રુ બરાબર થાય,
સૂર્ય કમળકુળ પોષતો જલવિણ ભરખી જાય.
શોક્ય તમારા મૂળને ઉખેડવા માગે,
વાડ ઉપાયતણી કરો કામ તો જ લાગે.
નિર્ભર છો સોહાગ પર, જાણો વશ નૃપને,
મુખના મીઠા મલિન મન લાગે એ મુજને.