Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम के गादीनशिन होने से कैकेयी को खतरा - मंथरा 
 
भावी बस प्रतीति उर आई । पूँछ रानि पुनि सपथ देवाई ॥
का पूछहुँ तुम्ह अबहुँ न जाना । निज हित अनहित पस हिचाना ॥ १ ॥
 
भयउ पाखु दिन सजत समाजू । तुम्ह पाई सुधि मोहि सन आजू ॥
खाइअ पहिरिअ राज तुम्हारें । सत्य कहें नहिं दोषु हमारें ॥२॥
 
जौं असत्य कछु कहब बनाई । तौ बिधि देइहि हमहि सजाई ॥
रामहि तिलक कालि जौं भयऊ ।  तुम्ह कहुँ बिपति बीजु बिधि बयऊ ॥३॥
 
रेख खँचाइ कहउँ बलु भाषी । भामिनि भइहु दूध कइ माखी ॥
जौं सुत सहित करहु सेवकाई । तौ घर रहहु न आन उपाई ॥४॥
 
(दोहा)   
कद्रूँ बिनतहि दीन्ह दुखु तुम्हहि कौसिलाँ देब ।
भरतु बंदिगृह सेइहहिं लखनु राम के नेब ॥ १९ ॥

*
MP3 Audio

*
 
રામના રાજ્યાભિષેકથી કૈકેયીનું માન ભયમાં - મંથરા
 
અંતે જાગી ગયો વિશ્વાસ, બની કૈકેયી છેક હતાશ,
પૂછયું શપથ સાથે એણે ફરી, જાણે ભાવિએ બુદ્ધિને હરી
 
બોલી મંથરા પૂછો ફરી શું, સમજી ન શકો જે કહું હું?
હિતાહિતને તો પશુ પણ જાણે પછી માનવ કાં ના પ્રમાણે?
 
રાજતિલકની ચાલી તૈયારી પૂરા પખવાડિયાથી ભારી;
ખાઉં પહેરું છું રાજ્યે તમારા કહ્યા તેથી વિચારોને મારા.
 
સત્યકથનનો લાગે ના દોષ, થયો મુજને તો એથી સંતોષ;
કહ્યું અસત્ય હોય લગાર દંડ દે તો વિધાતા કરાળ.
 
કાલે કરાતાં રાજ્યાભિષેક વરસી રહેશે વિપત્તિ વિશેષ;
બન્યાં દૂધની મક્ષિકાના જેવાં, મળ્યું દૂધ ના, ના રહ્યાં એવાં.
 
(દોહરો)  
સેવા કરતાં સુખસહિત શકશો ગૃહે રહી;
વિકલ્પ બીજો છે નહીં, સાચી વાત કહી.
 
કૌશલ્યા દુઃખ આપશે, ભરત સેવશે કેદ,
સચિવશ્રેષ્ઠ લક્ષ્મણ થશે, સમજી લેજો ભેદ.