कैकेयी को लगा की मंथरा की बात गौर करने लायक
कैकयसुता सुनत कटु बानी । कहि न सकइ कछु सहमि सुखानी ॥
तन पसेउ कदली जिमि काँपी । कुबरीं दसन जीभ तब चाँपी ॥१॥
कहि कहि कोटिक कपट कहानी । धीरजु धरहु प्रबोधिसि रानी ॥
फिरा करमु प्रिय लागि कुचाली । बकिहि सराहइ मानि मराली ॥२॥
सुनु मंथरा बात फुरि तोरी । दहिनि आँखि नित फरकइ मोरी ॥
दिन प्रति देखउँ राति कुसपने । कहउँ न तोहि मोह बस अपने ॥३॥
काह करौ सखि सूध सुभाऊ । दाहिन बाम न जानउँ काऊ ॥४॥
(दोहा)
अपने चलत न आजु लगि अनभल काहुक कीन्ह ।
केहिं अघ एकहि बार मोहि दैअँ दुसह दुखु दीन्ह ॥ २० ॥
*
MP3 Audio
*
મંથરાની વાત કૈકેયીને સત્ય લાગી
સુણી મંથરાની કટુ વાણી વદી કાંઈ શકી ના રાણી;
ડરી તેમ બની ગઇ મ્લાન, કંપ્યો કદલીપેઠે એનો પ્રાણ.
થયું ભીનું પ્રસ્વેદે તન, શંકા-કુશંકાએ ચઢયું મન;
દાબી દાસીએ દાંતે જીભ, કહ્યું ધારવા માટે ધીર.
કહી કપટકથાઓ કરોડ, લીધો રાણીના મનડે મરોડ;
ફર્યું ભાગ્ય અપ્રિય લાગ્યું પ્રિય, ગમ્યું શિવને બદલે અશિવ.
માની બગલીને હંસિની શાણી બોલી કરતાં પ્રશંસા રાણી;
આંખ જમણી મારી રોજ ફરકે, રાતે સ્વપ્ન અમંગલ ચળકે.
ડાબુ જમણું ના કાંઇ જાણું, બધું મારા જ હિતનું માનું;
મારો સરળ છે છેક સ્વભાવ, પાપતણો ના પ્રભાવ.
(દોહરો)
આજ સુધી ના અન્યનું અમંગલ કર્યું મેં,
છતાં કયા પાપે ધર્યું અસહ્ય દુઃખ દૈવે.