मंथरा कैकेयी को हालात से निकलने का मार्ग बताती है
नैहर जनमु भरब बरु जाइ । जिअत न करबि सवति सेवकाई ॥
अरि बस दैउ जिआवत जाही । मरनु नीक तेहि जीवन चाही ॥१॥
दीन बचन कह बहुबिधि रानी । सुनि कुबरीं तियमाया ठानी ॥
अस कस कहहु मानि मन ऊना । सुखु सोहागु तुम्ह कहुँ दिन दूना ॥२॥
जेहिं राउर अति अनभल ताका । सोइ पाइहि यहु फलु परिपाका ॥
जब तें कुमत सुना मैं स्वामिनि । भूख न बासर नींद न जामिनि ॥३॥
पूँछेउ गुनिन्ह रेख तिन्ह खाँची । भरत भुआल होहिं यह साँची ॥
भामिनि करहु त कहौं उपाऊ । है तुम्हरीं सेवा बस राऊ ॥४॥
(दोहा)
परउँ कूप तुअ बचन पर सकउँ पूत पति त्यागि ।
कहसि मोर दुखु देखि बड़ कस न करब हित लागि ॥ २१ ॥
*
MP3 Audio
*
મંથરા કૈકેયીને પરિસ્થિતિમાંથી નીકળવાનો માર્ગ બતાવે છે
રહી પિયરે જન્મ વિતાવું, જીવી શોક સેવામાં ના આવું;
શત્રુને વશ જીવવું બનતાં એથી મરવું જ્ઞાની શુભ ગણતા.
સુણી રાણીવચનો એવાં દીન, બોલી મંથરા કુત્રિમ ખિન્ન,
ઓછું આણી બોલો શાને એવું, થશે સૌભાગ્ય દ્વિગુણિત જેવું.
વધે ચંદ્રકળા રોજ જેમ સુખ વધશે તમારું તેમ,
તાક્યું હશે અમંગલ જેણે ફળ મળશે અમંગલ એને.
પૂછી જોયું મેં જ્યોતિષીઓને, ભૂપ ભરત થશે કહ્યું સૌએ;
આપો આજ્ઞા બતાવું ઉપાય, કર્યા વશ તમે સ્નેહે રાય.
(દોહરો)
તારા કહેવાથી પડું કૂવામાં પણ હું;
પતિ સુતને છોડી શકું, અશક્ય નથી કશું.
કૈકેયી બોલી દ્રવે મારા દુઃખથી તું
પોતાના હિત ખાતર તો ન કરું શું હું?