महाराजा दशरथ कैकेयी को मिलने चले
बाल सखा सुन हियँ हरषाहीं । मिलि दस पाँच राम पहिं जाहीं ॥
प्रभु आदरहिं प्रेमु पहिचानी । पूँछहिं कुसल खेम मृदु बानी ॥१॥
फिरहिं भवन प्रिय आयसु पाई । करत परसपर राम बड़ाई ॥
को रघुबीर सरिस संसारा । सीलु सनेह निबाहनिहारा ॥२॥
जेंहि जेंहि जोनि करम बस भ्रमहीं । तहँ तहँ ईसु देउ यह हमहीं ॥
सेवक हम स्वामी सियनाहू । होउ नात यह ओर निबाहू ॥३॥
अस अभिलाषु नगर सब काहू । कैकयसुता ह्दयँ अति दाहू ॥
को न कुसंगति पाइ नसाई । रहइ न नीच मतें चतुराई ॥४॥
(दोहा)
साँस समय सानंद नृपु गयउ कैकेई गेहँ ।
गवनु निठुरता निकट किय जनु धरि देह सनेहँ ॥ २४ ॥
*
MP3 Audio
*
રાજા દશરથ કૈકેયીને મળવા જાય છે
(દોહરો)
રઘુવર જેવા કોણ છે સ્નેહશીલવાળા
વળી શીલ ને સ્નેહનું પાલન કરનારા?
જવાનું જે જે યોનિમાં કર્માનુસાર થાય
સ્વામી ત્યાં રામ જ બને, સેવક બની વસાય.
અંત સુધી સંબંધ એ અખંડ નિત્ય રહે,
સંનિધિમાં શ્રીરામની સુખનાં સ્ત્રોત વહે.
સૌના અંતરમાં હતો એવો શુભ અભિલાષ,
કૈકેયીના પ્રાણમાં દાહ થતો પણ ખાસ.
કુસંગને પામી થતો કોનો નથી વિનાશ?
નીચ વિચારે ના રહે ચતુરાઇ-અવકાશ.
સાંજસમે આનંદ નૃપ રાણી પાસ ગયા,
નિષ્ઠુરતાની પાસ જ્યમ સજીવ સ્નેહ-દયા.