if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ ने कैकेयी को कोपभुवन में पाया  
 
कोपभवन सुनि सकुचेउ राउ । भय बस अगहुड़ परइ न पाऊ ॥
सुरपति बसइ बाहँबल जाके । नरपति सकल रहहिं रुख ताकें ॥१॥
 
सो सुनि तिय रिस गयउ सुखाई । देखहु काम प्रताप बड़ाई ॥
सूल कुलिस असि अँगवनिहारे । ते रतिनाथ सुमन सर मारे ॥२॥
 
सभय नरेसु प्रिया पहिं गयऊ । देखि दसा दुखु दारुन भयऊ ॥
भूमि सयन पटु मोट पुराना । दिए डारि तन भूषण नाना ॥३॥
 
कुमतिहि कसि कुबेषता फाबी । अन अहिवातु सूच जनु भाबी ॥
जाइ निकट नृपु कह मृदु बानी । प्रानप्रिया केहि हेतु रिसानी ॥४॥
 
(छंद)
केहि हेतु रानि रिसानि परसत पानि पतिहि नेवारई ।
मानहुँ सरोष भुअंग भामिनि बिषम भाँति निहारई ॥
दोउ बासना रसना दसन बर मरम ठाहरु देखई ।
तुलसी नृपति भवतब्यता बस काम कौतुक लेखई ॥
 
(सोरठा)
बार बार कह राउ सुमुखि सुलोचिनि पिकबचनि ।
कारन मोहि सुनाउ गजगामिनि निज कोप कर ॥ २५ ॥

*
MP3 Audio

*
 
રાજા દશરથ કૈકેયીને કોપભુવનમાં નિહાળે છે
 
(દોહરો) 
કોપભવનના નામથી નૃપ સાશંક બન્યા,
ભયને લીધે ચરણ ના આગળ શીઘ્ર વધ્યાં.
 
બાહુબળથકી જેમના નિર્ભય ઇન્દ્ર હતો,
નિશ્ચિંત હતા રાજવી સઘળા અન્ય અહો !
 
નૃપશિરોમણિ દશરથ રીસાઇ સ્ત્રી છે
એવું સુણતા મ્લાનમુખ ઉદ્વિગ્ન બન્યા તે.
*
એવો કામનો મહિમા અમાપ વ્યાપ્યો ચરાચરમાં પ્રતાપ;
સહે વજ્ર ત્રિશૂળ કઠોર તને તલવારને જે ઘોર
 
તેય કંદર્પબાણે મરે  છે શસ્ત્ર-સુમન દેખીને ડરે છે;
બલી નિર્બળ જ્ઞાની-અજ્ઞાની રંક-રાયની બુદ્ધિ હરે છે.
 
ચાલ્યા સભય પ્રિયાની પાસ, દશા દેખીને થયા નિરાશ;
સૂતી કૈકેયી પર્યંક છોડી ધારી જીર્ણ વસ્ત્રોની જોડી,
 
શ્રેષ્ઠ ભૂષણ સઘળાં ત્યાગી બની હોય જાણે કે વૈરાગી;
ભાવિ વૈધવ્યસૂચક વેશ રહ્યો સૌભાગ્યનો ના લેશ.
 
બોલ્યા રાજા મૃદુલ મંદ વાણી, પ્રાણપ્રિયા છે શાને રીસાણી,
સ્પર્શ સ્નેહથી કરવા લાગ્યા, નવ મોહનિદ્રાથી જાગ્યા.
 
હાથ પતિનો હઠાવવા લાગી રાણી પીડા દઇ વણમાગી,
રોષે ભરી ભુજંગભામિની જેવી જોઇ રહી કામિની.
 
(દોહરો) 
વરદાનોની વાસના રસના નાગણની
વર છે એના દાંત બે, ડસવાને ચહતી.
 
ભાવિવશ છતાં ભૂપ એ કઠોર અભિનયને
કામદેવ કૌતુકસમો સમજ્યા મુગ્ધમને.
 
સુલોચના સુમુખી કહે કારણ કોપતણું,
પિકવચના ગજગામિની; રાજા વદ્યા ઘણું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.