महाराजा दशरथ कैकेयी को नाराजगी की वजह पूछते है
अनहित तोर प्रिया केइँ कीन्हा । केहि दुइ सिर केहि जमु चह लीन्हा ॥
कहु केहि रंकहि करौ नरेसू । कहु केहि नृपहि निकासौं देसू ॥१॥
सकउँ तोर अरि अमरउ मारी । काह कीट बपुरे नर नारी ॥
जानसि मोर सुभाउ बरोरू । मनु तव आनन चंद चकोरू ॥२॥
प्रिया प्रान सुत सरबसु मोरें । परिजन प्रजा सकल बस तोरें ॥
जौं कछु कहौ कपटु करि तोही । भामिनि राम सपथ सत मोही ॥३॥
बिहसि मागु मनभावति बाता । भूषन सजहि मनोहर गाता ॥
घरी कुघरी समुझि जियँ देखू । बेगि प्रिया परिहरहि कुबेषू ॥४॥
(दोहा)
यह सुनि मन गुनि सपथ बड़ि बिहसि उठी मतिमंद ।
भूषन सजति बिलोकि मृगु मनहुँ किरातिनि फंद ॥ २६ ॥
*
MP3 Audio
*
દશરથ કૈકેયીના રોષનું કારણ પુછે છે
(દોહરો)
અહિત કર્યું કોણે કહે, કોને મસ્તક બે,
યમ કોને ગ્રસવા તથા મરવા કોણ ચહે ?
*
તારો દુશ્મન દેવ કો હોય તેને મારી શકું હું તોય;
કીડા-મંકોડાશાં નરનાર કરું ગણના નહીં સંસાર.
તારું મુખ મધુ ચંદ્રશું ઓર, મન મારું બન્યું છે ચકોર;
જાણે સ્નેહાળ મારો સ્વભાવ, અનુરાગતણો ન અભાવ.
પ્રાણ પુત્ર પ્રજા પરિવાર રાજ્ય જીવન તારું રસાળ;
નથી કપટ કરીને કહેતો, શત રામના શપથ ભલે હો.
રેલી હાસ મનગમતું માગ, સજી ભૂષણ જાડયથી જાગ;
શુભાશુભનો કરીને વિચાર પ્રિયા, શીઘ્ર કુવેશ ઉતાર.
(દોહરો)
શપથ સુણી હસતાં ઊઠી કૈકેયી મતિમંદ,
વિલોકતાં મૃગને કરે જેમ કિરાતિની ફંદ.