महाराजा दशरथ कैकेयी को मनाने का प्रयत्न करते है
पुनि कह राउ सुह्रद जियँ जानी । प्रेम पुलकि मृदु मंजुल बानी ॥
भामिनि भयउ तोर मनभावा । घर घर नगर अनंद बधावा ॥१॥
रामहि देउँ कालि जुबराजू । सजहि सुलोचनि मंगल साजू ॥
दलकि उठेउ सुनि ह्रदउ कठोरू । जनु छुइ गयउ पाक बरतोरू ॥२॥
ऐसिउ पीर बिहसि तेहि गोई । चोर नारि जिमि प्रगटि न रोई ॥
लखहिं न भूप कपट चतुराई । कोटि कुटिल मनि गुरू पढ़ाई ॥३॥
जद्यपि नीति निपुन नरनाहू । नारिचरित जलनिधि अवगाहू ॥
कपट सनेहु बढ़ाइ बहोरी । बोली बिहसि नयन मुहु मोरी ॥४॥
(दोहा)
मागु मागु पै कहहु पिय कबहुँ न देहु न लेहु ।
देन कहेहु बरदान दुइ तेउ पावत संदेहु ॥ २७ ॥
*
MP3 Audio
*
દશરથ કૈકેયીને મનાવવાનો પ્રયત્ન કરે છે
(દોહરો)
સજવા લાગી એમ એ પ્રમદા ભૂષણને;
સુહૃદ સમજતાં નૃપ વદ્યા ભૂલી દૂષણને.
મનમાન્યું તારું થયું બધું ભામિની હે,
નગરમહીં પ્રતિગૃહ મહામંગલ ઉત્સવ છે.
*
કાલ રામ બનશે યુવરાજ, સુલોચના સુંદર સજ સાજ;
સુણતાં ફાટયું હૃદય કરાળ તોડે ધરતી જેમ વરાળ.
પ્રગટ સ્તેનસ્ત્રી રડે નહીં પીડા એણે એમ સહી;
નૃપે ચાતુરી ના જાણી નીતિનિપુણ જો કે જ્ઞાની.
સ્ત્રીચરિત્રનો સિંધુ અપાર, સમજે એનો કોણ જ સાર,
કોટિ કુટિલ મણિ મળ્યા ગુરુ, પાઠ છળથકી કર્યા શરૂ.
શેષ પછી વિદ્યા શું રહે; બોલી રાણી કપટસ્વરે,
માગ માગ પ્રિય એમ કહો કિન્તુ આપો કે ન ગ્રહો.
(દોહરો)
બે વરદાનો આપવા પૂર્વે તમે કહ્યું,
મેળવવાને એમને મન સાશંક બન્યું.