कैकेयी दशरथ को दो वर पूर्ण करने के लिए बाध्य करती है
जानेउँ मरमु राउ हँसि कहई । तुम्हहि कोहाब परम प्रिय अहई ॥
थाति राखि न मागिहु काऊ । बिसरि गयउ मोहि भोर सुभाऊ ॥१॥
झूठेहुँ हमहि दोषु जनि देहू । दुइ कै चारि मागि मकु लेहू ॥
रघुकुल रीति सदा चलि आई । प्रान जाहुँ बरु बचनु न जाई ॥२॥
नहिं असत्य सम पातक पुंजा । गिरि सम होहिं कि कोटिक गुंजा ॥
सत्यमूल सब सुकृत सुहाए । बेद पुरान बिदित मनु गाए ॥३॥
तेहि पर राम सपथ करि आई । सुकृत सनेह अवधि रघुराई ॥
बात दृढ़ाइ कुमति हँसि बोली । कुमत कुबिहग कुलह जनु खोली ॥४॥
(दोहा)
भूप मनोरथ सुभग बनु सुख सुबिहंग समाजु ।
भिल्लनि जिमि छाड़न चहति बचनु भयंकरु बाजु ॥ २८ ॥
॥ मासपारायण, तेरहवाँ विश्राम ॥
*
MP3 Audio
*
દશરથ કૈકેયીના વરદાન પૂર્ણ કરવા બંધાય છે
બોલ્યા તરત હસીને રાજ, યાદ કર્યાં વરદાનો આજ,
સ્વભાવ વિસ્મૃતિનો મારો, ભૂલ્યો પ્રસંગને ન્યારો.
દોષ મને એનો ના દે, બમણાં વરને માગી લે;
રઘુકુળરીતિ સદા વખણાય, પ્રાણ જાય પણ વચન ન જાય.
નવ અસત્યસમ પાતકપુંજ, ગિરિસમ હોય કોટિ ના ગુંજ;
સત્ય મૂળ સૌ સુકૃતતણું વેદપુરાણે કહ્યું ઘણું.
શપથ રામના લીધા આજ કરવા માટે તારું કાજ;
રામ સુકૃત ને સ્નેહતણી અવધિ રહ્યા અણમોલ બની.
(દોહરો)
કુવિચારરૂપી વિહગને મુદ્રા તરત કરવા
ખોલ્યું પીંજર પ્રબળ હો દાવ નવલ રમવા,
કૈકેયી તેમજ વદી કુમતિ હસી સપ્રેમ
કરે કુઠરાઘાત કો કોમળ હૃદયે જેમ.
ભૂપ મનોરથ વન સુભગ, સુખ સુવિહંગસમાજ;
રાણી જાણે ભીલડી, વચન ભયંકર બાજ.