Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ मूर्छित  
 
अस कहि कुटिल भई उठि ठाढ़ी । मानहुँ रोष तरंगिनि बाढ़ी ॥
पाप पहार प्रगट भइ सोई । भरी क्रोध जल जाइ न जोई ॥१॥
 
दोउ बर कूल कठिन हठ धारा । भवँर कूबरी बचन प्रचारा ॥
ढाहत भूपरूप तरु मूला । चली बिपति बारिधि अनुकूला ॥२॥
 
लखी नरेस बात फुरि साँची । तिय मिस मीचु सीस पर नाची ॥
गहि पद बिनय कीन्ह बैठारी । जनि दिनकर कुल होसि कुठारी ॥३॥
 
मागु माथ अबहीं देउँ तोही । राम बिरहँ जनि मारसि मोही ॥
राखु राम कहुँ जेहि तेहि भाँती । नाहिं त जरिहि जनम भरि छाती ॥४॥
 
(दोहा)   
देखी ब्याधि असाध नृपु परेउ धरनि धुनि माथ ।
कहत परम आरत बचन राम राम रघुनाथ ॥ ३४ ॥

*
MP3 Audio

*
 
મહારાજા દશરથ મુર્છિત થાય છે
 
(દોહરો) 
કુટિલ એમ ઊભી થઇ કૈકેયી બોલી
તોફાની સરિતાસમી રોષ બધો ખોલી.
 
પાતક પર્વતથી હતી સરિતા એ પ્રગટી
ક્રોધરૂપી જલથી ભરી મર્યાદા તજતી.
 
બે વર તટ હઠ ધાર ભમરી દાસીબોલ
ભૂપવૃક્ષને તોડતાં જતી વિપત નદ ઓર.
 
નૃપ સમજ્યા નારી રૂપે આવ્યું મૃત્યુ ખરે,
કર પકડી બેસાડતાં સવિનય વદ્યા અરે.
 
સૂર્યવંશ માટે થતી આજે નહીં કુઠાર,
મસ્તક મારું માગ તો અર્પું હું તત્કાળ.
 
રામવિરહથી માર ના, જેમ તેમ પણ રામ
રામ પુરે, જલશે સદા નહિ તો છાતી તમામ.
 
અસાધ્ય જાણી વ્યાધિને ઢળ્યા ધરા પર રાજ
શીશ પછાડી બોલતાં રામ રામ રઘુનાથ.