हालात को सुलझाने राम को बुलाओ – कैकेयीने सुमंत्र को कहा
आनहु रामहि बेगि बोलाई । समाचार तब पूँछेहु आई ॥
चलेउ सुमंत्र राय रूख जानी । लखी कुचालि कीन्ह छु रानी ॥ १ ॥
सोच बिकल मग परइ न पाऊ । रामहि बोलि कहिहि का राऊ ॥
उर धरि धीरजु गयउ दुआरें । पूछँहिं सकल देखि मनु मारें ॥२॥
समाधानु करि सो सबही का । गयउ जहाँ दिनकर कुल टीका ॥
रामु सुमंत्रहि आवत देखा । आदरु कीन्ह पिता सम लेखा ॥३॥
निरखि बदनु कहि भूप रजाई । रघुकुलदीपहि चलेउ लेवाई ॥
रामु कुभाँति सचिव सँग जाहीं । देखि लोग जहँ तहँ बिलखाहीं ॥४॥
(दोहा)
जाइ दीख रघुबंसमनि नरपति निपट कुसाजु ॥
सहमि परेउ लखि सिंघिनिहि मनहुँ बृद्ध गजराजु ॥ ३९ ॥
*
MP3 Audio
*
કૈકેયી સુમંત્રને રામને બોલાવવાની સલાહ આપે છે
તમે રામને બોલાવો જલદી પછી વિગત પૂછી લેજો સઘળી;
ચાલ્યા મંત્રી મળી લઇ રાય થઇ શંકા મહા મનમાંહ્ય.
શોકાકુળ શક્યા નવ ચાલી તોય ધૈર્યને અંતરે ધારી
ગયા સત્વર રઘુપતિ પાસ, કર્યો સત્કાર રામે સહાસ.
દેખી રામનું મધુમય મુખ કહ્યો સંદેશ પામીને સુખ;
ચાલ્યા મંત્રી સાથે રામ ત્યારે થઇ વેદના સર્વને ભારે.
(દોહરો)
રામે દેખી નૃપતિની દશા અમંગલ દીન,
સિંહણ પાસે વૃદ્ધ કો ગજરાજ પડયો હીન.