खबर मिलते राम कैकेयी के भवन पर पहूँचे
सूखहिं अधर जरइ सबु अंगू । मनहुँ दीन मनिहीन भुअंगू ॥
सरुष समीप दीखि कैकेई । मानहुँ मीचु घरी गनि लेई ॥
करुनामय मृदु राम सुभाऊ । प्रथम दीख दुखु सुना न काऊ ॥
तदपि धीर धरि समउ बिचारी । पूँछी मधुर बचन महतारी ॥२॥
मोहि कहु मातु तात दुख कारन । करिअ जतन जेहिं होइ निवारन ॥
सुनहु राम सबु कारन एहू । राजहि तुम पर बहुत सनेहू ॥३॥
देन कहेन्हि मोहि दुइ बरदाना । मागेउँ जो कछु मोहि सोहाना ।
सो सुनि भयउ भूप उर सोचू । छाड़ि न सकहिं तुम्हार सँकोचू ॥४॥
(दोहा)
सुत सनेह इत बचनु उत संकट परेउ नरेसु ।
सकहु न आयसु धरहु सिर मेटहु कठिन कलेसु ॥ ४० ॥
*
MP3 Audio
*
રામ કૈકેયીના ભવન પર પહોંચે છે
મ્લાન અધર જલી રહ્યાં અંગ દીન મણિહીન જેમ ભુજંગ;
પેખી ક્રોધી કૈકેયીને પાસ જાણે કાળ ગણે છેલ્લા શ્વાસ.
રામ કોમળ કરુણ સ્વભાવ, પડયો પીડાનો પ્રથમ પ્રભાવ;
દુઃખ સાંભળ્યું પૂર્વે ના કોદી, તોય ધીરજને નવ છોડી.
કહો માતા કારણ દુઃખ કેરું કરું દૂર સત્વર કે અનેરું,
સુણો રામ કારણ મુખ્ય એ જ નૃપને વધુ છે તમારાશું સ્નેહ.
કહ્યાં આપવા બે વરદાન, માગ્યા ત્યારે વ્યાકુળ થયો પ્રાણ;
મને પ્રિય જે લાગ્યું તે મેં માગ્યું, પ્રાણે એમના તોફાન જાગ્યું.
(દોહરો)
વચન તથા સુતસ્નેહથી પામ્યા ભ્રાંતિ નરેશ;
આજ્ઞા શિર પર ધારતાં કઠિન શમવો કલેશ.