कैकेयी ने राम को हालात से अवगत किया
निधरक बैठि कहइ कटु बानी । सुनत कठिनता अति अकुलानी ॥
जीभ कमान बचन सर नाना । मनहुँ महिप मृदु लच्छ समान १ ॥
जनु कठोरपनु धरें सरीरू । सिखइ धनुषबिद्या बर बीरू ॥
सब प्रसंगु रघुपतिहि सुनाई । बैठि मनहुँ तनु धरि निठुराई ॥२॥
मन मुसकाइ भानुकुल भानु । रामु सहज आनंद निधानू ॥
बोले बचन बिगत सब दूषन । मृदु मंजुल जनु बाग बिभूषन ॥३॥
सुनु जननी सोइ सुतु बड़भागी । जो पितु मातु बचन अनुरागी ॥
तनय मातु पितु तोषनिहारा । दुर्लभ जननि सकल संसारा ॥४॥
(दोहा)
मुनिगन मिलनु बिसेषि बन सबहि भाँति हित मोर ।
तेहि महँ पितु आयसु बहुरि संमत जननी तोर ॥ ४१ ॥
*
MP3 Audio
*
કૈકેયી પરિસ્થિતિથી માહિતગાર કરે છે
(દોહરો)
કૈકેયી કટુ શબ્દને બોલી એમ રહી,
કઠોરતા પણ સાંભળી એને આર્ત થઇ.
*
જીભ ધનુષ વિવિધ વચન બાણ, નૃપ જાણે કે મૃદુલ નિશાન;
કઠોરતા અતિ સજી શરીર ધનુષકલા શીખે બલવીર.
નિષ્ઠુરતા સાકાર બની, જડતા ધારી હૃદય ઘણી,
વર્ણવી રહી સકળ પ્રસંગ સજતાં કૈકેયીનું અંગ.
સુણતા રઘુકુળ રવિશા રામ પરમાનંદ પ્રગટ કૃતકામ
દૂષણરહિત વિભૂષણ જેમ બોલ્યા મધુર વચન સપ્રેમ.
તે જ પુત્ર જનની બડભાગ જેને પિતૃવચન અનુરાગ;
માતપિતાને તૃપ્તિ ધરે દુર્લભ સુત તે શ્રેષ્ઠ ખરે.
(દોહરો)
વનમાં મુનિગણ મિલનથી સૌ પ્રકાર કલ્યાણ;
સંમતિ આપી છે તમે, પિતાતણી છે વાણ.