राम वन में न जाय एसी दशरथ की प्रार्थना
अवनिप अकनि रामु पगु धारे । धरि धीरजु तब नयन उघारे ॥
सचिवँ सँभारि राउ बैठारे । चरन परत नृप रामु निहारे ॥१॥
लिए सनेह बिकल उर लाई । गै मनि मनहुँ फनिक फिरि पाई ॥
रामहि चितइ रहेउ नरनाहू । चला बिलोचन बारि प्रबाहू ॥२॥
सोक बिबस कछु कहै न पारा । हृदयँ लगावत बारहिं बारा ॥
बिधिहि मनाव राउ मन माहीं । जेहिं रघुनाथ न कानन जाहीं ॥३॥
सुमिरि महेसहि कहइ निहोरी । बिनती सुनहु सदासिव मोरी ॥
आसुतोष तुम्ह अवढर दानी । आरति हरहु दीन जनु जानी ॥४॥
(दोहा)
तुम्ह प्रेरक सब के हृदयँ सो मति रामहि देहु ।
बचनु मोर तजि रहहि घर परिहरि सीलु सनेहु ॥ ४४ ॥
*
MP3 Audio
*
રામ વનમાં ન જાય એવી દશરથની પ્રાર્થના
(દોહરો)
રામ પધાર્યા સાંભળી ધૈર્ય ધરી જાગ્યા
રાજા; પ્રેમાદરથકી રામ પગે લાગ્યા.
સ્નેહસભર રાજે ધર્યું સુતને આલિંગન,
ખોવાયું હો સર્પને જેમ મણિતણું ધન.
રાજા જોતા રામને અશ્રુ ભરી નેને,
શોકમગ્ન વહવી શક્યા હૈયું ના વેણે.
ભેટીને શ્રીરામને અરજ કરી મનમાંહ્ય
વિધાતા, કદી રામ ના જો જો વનમાં જાય.
શંકરને સ્મરતાં વળી કહેતા કૃપા કરો,
આશુતોષ દાની પરમ, દીનનદુઃખ હરો.
પ્રેરક સૌના, રામને એવી મતિ આપો,
વચન તજી ઘરમાં રહે, શીલ સ્નેહ ત્યાગો.