राम ने दशरथ से कहा – खुशी से वनवास की आज्ञा दो
अजसु होउ जग सुजसु नसाऊ । नरक परौ बरु सुरपुरु जाऊ ॥
सब दुख दुसह सहावहु मोही । लोचन ओट रामु जनि होंही ॥१॥
अस मन गुनइ राउ नहिं बोला । पीपर पात सरिस मनु डोला ॥
रघुपति पितहि प्रेमबस जानी । पुनि कछु कहिहि मातु अनुमानी ॥२॥
देस काल अवसर अनुसारी । बोले बचन बिनीत बिचारी ॥
तात कहउँ कछु करउँ ढिठाई । अनुचितु छमब जानि लरिकाई ॥३॥
अति लघु बात लागि दुखु पावा । काहुँ न मोहि कहि प्रथम जनावा ॥
देखि गोसाइँहि पूँछिउँ माता । सुनि प्रसंगु भए सीतल गाता ॥४॥
(दोहा)
मंगल समय सनेह बस सोच परिहरिअ तात ।
आयसु देइअ हरषि हियँ कहि पुलके प्रभु गात ॥ ४५ ॥
*
MP3 Audio
*
રામ પિતા દશરથને ખુશીથી વનમાં જવા દેવા કહે છે
અપયશ મળે, યશ ભલે જાય, સ્વર્ગ ટળે, જન્મ નરક થાય,
સકળ દુસહ દુઃખ ભલે સહાય, રામ દુર ના મુજથી જાય.
ડોલે મન જ્યમ પીપરપાન, રાજા વદી શક્યા ના વાણ;
પ્રેમ પિતાનો અનુમાની દેશકાળ અવસર જાણી
રામ વદ્યા વિનયે વાણી, કરું ધૃષ્ટતાને કાંઇ
અયોગ્યતા એ જાણી બાળ કરજો ક્ષમા પિતા, તત્કાળ.
અતિ સાધારણ જેવી વાત, પામ્યા કેમ તમે આઘાત;
કેમ જાણ્યું પ્રથમ નહીં, માતાએ સૌ કથા કહી
તેથી શીતળ અંગ થયાં, સંશય મારા સકળ શમ્યા.
(દોહરો)
મંગલ સમયે સ્નેહવશ શોકથી રહિત હો,
પુલકિત બોલ્યા રામ કે આજ્ઞા હર્ષે દો.