राम वनगमन के लिए तैयार
धन्य जनमु जगतीतल तासू । पितहि प्रमोदु चरित सुनि जासू ॥
चारि पदारथ करतल ताकें । प्रिय पितु मातु प्रान सम जाकें ॥१॥
आयसु पालि जनम फलु पाई । ऐहउँ बेगिहिं होउ रजाई ॥
बिदा मातु सन आवउँ मागी । चलिहउँ बनहि बहुरि पग लागी ॥२॥
अस कहि राम गवनु तब कीन्हा । भूप सोक बसु उतरु न दीन्हा ॥
नगर ब्यापि गइ बात सुतीछी । छुअत चढ़ी जनु सब तन बीछी ॥३॥
सुनि भए बिकल सकल नर नारी । बेलि बिटप जिमि देखि दवारी ॥
जो जहँ सुनइ धुनइ सिरु सोई । बड़ बिषादु नहिं धीरजु होई ॥४॥
(दोहा)
मुख सुखाहिं लोचन स्त्रवहि सोकु न हृदयँ समाइ ।
मनहुँ करुन रस कटकई उतरी अवध बजाइ ॥ ४६ ॥
*
MP3 Audio
*
રામ વનગમન માટે તૈયાર
(દોહરો)
જેનું ચરિત સુણી પરમ હર્ષ પિતાને થાય
ધન્ય જન્મ તે પુત્રનો પૃથ્વી ઉપર ગણાય.
માતાપિતા પ્રિય હોય છે પ્રાણસમાં જેને
ચારે પદાર્થ સહજ છે કરતલમાં તેને.
*
આપો અનુમતિ આજ્ઞાને પાળું જન્મફળને પામી પાછો આવું;
આવું જનનીની સંમતિ માગી પછી વનમાં જઉં પગે લાગી.
થયા બોલીને રામ વિદાય, વદ્યા નૃપ ના શોકિત અસહાય;
વ્યાપી નગરમાં વાત પછી તો જેમ સ્પર્શતાં ડંખ વીંછીનો.
બન્યાં વિકળ સકળ નરનાર વેલવિટપ જોઇ જેમ જ્વાળ;
સુણી સૌયે અતિખેદ પામ્યાં, રહી ધીરજ ના, સુખ શામ્યાં
(દોહરો)
શીર્ણ વદન, શોકિત હૃદય, આંખે અશ્રુ વહ્યાં,
કરુણરસ તણાં અવધ પર ઊતર્યાં સૈન્ય ઘણાં.