अयोध्यावासीओं की प्रतिक्रिया
एक बिधातहिं दूषनु देंहीं । सुधा देखाइ दीन्ह बिषु जेहीं ॥
खरभरु नगर सोचु सब काहू । दुसह दाहु उर मिटा उछाहू ॥१॥
बिप्रबधू कुलमान्य जठेरी । जे प्रिय परम कैकेई केरी ॥
लगीं देन सिख सीलु सराही । बचन बानसम लागहिं ताही ॥२॥
भरतु न मोहि प्रिय राम समाना । सदा कहहु यहु सबु जगु जाना ॥
करहु राम पर सहज सनेहू । केहिं अपराध आजु बनु देहू ॥३॥
कबहुँ न कियहु सवति आरेसू । प्रीति प्रतीति जान सबु देसू ॥
कौसल्याँ अब काह बिगारा । तुम्ह जेहि लागि बज्र पुर पारा ॥४॥
(दोहा)
सीय कि पिय सँगु परिहरिहि लखनु कि रहिहहिं धाम ।
राजु कि भूँजब भरत पुर नृपु कि जीहि बिनु राम ॥ ४९ ॥
*
MP3 Audio
*
અયોધ્યાવાસીઓની પ્રતિક્રિયા
(દોહરો)
અન્ય વિધાતાને વળી દેવા લાગ્યા દોષ
જેણે સુધા બતાવતાં દીધું ઝેર સરોષ.
ઉમંગ સૌનો ઓસર્યો, થઇ રહ્યો સંક્ષોભ,
અસહ્ય દાહ થયો ઉરે, વ્યાપ્યો સઘળે શોક.
*
વિપ્રનારી કૈકેયીની મિત્ર કુળની વૃદ્ધાઓ તેમ વિચિત્ર
દેવા લાગી શિખામણ પ્રેમે પ્રિય લાગી પરંતુ ના કેમે.
કહી શીલને વખાણીને વાણ, લાગ્યાં વચનો એને જાણે બાણ;
બોલી કોઇ કહેતાં તમે કે પ્રિય ભરત ના રામસમા છે;
કરો સહજ શ્રીરામને સ્નેહ, જાણે અખિલ જગત એ નેહ;
કયા અપરાધે વન તો આપો, નવ યુવરાજપદ પર સ્થાપો ?
કર્યો શોકો સાથે નવ ભેદ, જાણે સર્વ તમારો અભેદ;
હવે કૌશલ્યાએ શું બગાડયું તમે પુર પર કેં વજ્ર પાડયું ?
(દોહરો)
સીતા પતિને ત્યાગશે, લક્ષ્મણ રહેશે ધામ,
ભરત રાખશે રાજ્યને, નૃપ રહેશે વિના રામ ?