Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम माता कौशल्या को धीरज बँधाते है   
 
तात जाउँ बलि बेगि नहाहू । जो मन भाव मधुर कछु खाहू ॥
पितु समीप तब जाएहु भैआ । भइ बड़ि बार जाइ बलि मैआ ॥१॥
 
मातु बचन सुनि अति अनुकूला । जनु सनेह सुरतरु के फूला ॥
सुख मकरंद भरे श्रियमूला । निरखि राम मनु भवरुँ न भूला ॥२॥
 
धरम धुरीन धरम गति जानी । कहेउ मातु सन अति मृदु बानी ॥
पिताँ दीन्ह मोहि कानन राजू । जहँ सब भाँति मोर बड़ काजू ॥३॥
 
आयसु देहि मुदित मन माता । जेहिं मुद मंगल कानन जाता ॥
जनि सनेह बस डरपसि भोरें । आनँदु अंब अनुग्रह तोरें ॥४॥
 
(दोहा) 
बरष चारिदस बिपिन बसि करि पितु बचन प्रमान ।
आइ पाय पुनि देखिहउँ मनु जनि करसि मलान ॥ ५३ ॥

*
MP3 Audio

*
 
રામ માતા કૌશલ્યાને સાંત્વના આપે છે

 
માતૃવચન સુણતાં અનુકૂળ સ્નેહ કલ્પવૃક્ષતણાં ફૂલ
સુખ-સૌરભભીનાં શ્રીમૂળ સુત-મન-ભ્રમરે કરી ન ભૂલ.
 
ધર્મપ્રાણ ધર્મગતિજ્ઞાન વદ્યા શાંતિથી મૃદુ મધુ વાણ,
ધર્યું પિતાએ કાનનરાજ સિદ્ધ થશે જ્યાં મારું કાજ.
 
મુદિત મને આપો આદેશ, ડરશો સ્નેહથકી ના લેશ;
વનગમન થશે મંગલ માત, વરસાવો અનુગ્રહ વરસાદ.
 
(દોહરો)  
ચૌદ વર્ષ વનમાં વસી પિતાવચન અનુસાર
ફરી મળીશ ન ચિત્તને કરશો મ્લાન લગાર.