Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम के वनगमन का समाचार सुनकर सीता वहाँ आई   
 
देव पितर सब तुन्हहि गोसाई । राखहुँ पलक नयन की नाई ॥
अवधि अंबु प्रिय परिजन मीना । तुम्ह करुनाकर धरम धुरीना ॥१॥
 
अस बिचारि सोइ करहु उपाई । सबहि जिअत जेहिं भेंटेहु आई ॥
जाहु सुखेन बनहि बलि जाऊँ । करि अनाथ जन परिजन गाऊँ ॥२॥
 
सब कर आजु सुकृत फल बीता । भयउ कराल कालु बिपरीता ॥
बहुबिधि बिलपि चरन लपटानी । परम अभागिनि आपुहि जानी ॥३॥
 
दारुन दुसह दाहु उर ब्यापा । बरनि न जाहिं बिलाप कलापा ॥
राम उठाइ मातु उर लाई । कहि मृदु बचन बहुरि समुझाई ॥४॥
 
(दोहा)  
समाचार तेहि समय सुनि सीय उठी अकुलाइ ।
जाइ सासु पद कमल जुग बंदि बैठि सिरु नाइ ॥ ५७ ॥

*
MP3 Audio

*
 
સીતા સમાચાર સુણી ત્યાં આવે છે
 
(દોહરો) 
પાંપણ લોચનની કરે રક્ષા પ્રતિપળ જેમ
રક્ષો તમને પિતૃ ને દેવ સદાયે તેમ.
*
અવધિ પાણી પરિજન પ્રિય મીન, તમે કરુણાકર ધર્મધુરીણ
એવું સમજીને કરજો ઉપાય મળે સૌ તમને જીવનમાંહીં.
 
જન પરિજન પુરને અનાથ કરી જાવ અરણ્યે સહાસ;
આજે સૌના સુકૃત થયાં પૂર્ણ, કાળ કઠિન થયો પ્રતિકૂળ.
 
દાહ હૃદયમાં દારુણ વ્યાપ્યો થયો શોક અકળ વણમાપ્યો;
કર્યો માતાએ ઘોર વિલાપ, ધારી સ્થિરતા રઘુપતિ અમાપ.
 
(દોહરો) 
સમાચાર સુણતાં સકળ સીતા આર્ત બની
કૌશલ્યા પાસે જઈ વંદી ચરણ રહી.