राम के साथ वन में जाने के लिए सीता आग्रही
दीन्हि असीस सासु मृदु बानी । अति सुकुमारि देखि अकुलानी ॥
बैठि नमितमुख सोचति सीता । रूप रासि पति प्रेम पुनीता ॥१॥
चलन चहत बन जीवननाथू । केहि सुकृती सन होइहि साथू ॥
की तनु प्रान कि केवल प्राना । बिधि करतबु कछु जाइ न जाना ॥२॥
चारु चरन नख लेखति धरनी । नूपुर मुखर मधुर कबि बरनी ॥
मनहुँ प्रेम बस बिनती करहीं । हमहि सीय पद जनि परिहरहीं ॥३॥
मंजु बिलोचन मोचति बारी । बोली देखि राम महतारी ॥
तात सुनहु सिय अति सुकुमारी । सासु ससुर परिजनहि पिआरी ॥४॥
(दोहा)
पिता जनक भूपाल मनि ससुर भानुकुल भानु ।
पति रबिकुल कैरव बिपिन बिधु गुन रूप निधानु ॥ ५८ ॥
*
MP3 Audio
*
સીતા રામની સાથે વનમાં જવા સંમતિ માગે છે
(દોહરો)
કૌશલ્યાએ મૃદુ સ્વરે આશિર્વાદ ધર્યા,
અતિસુકુમારી નીરખતાં નેત્રો વિકળ થયાં.
સીતા ઢાળી વદનને વિચારવા લાગી
રુપરાશિ પતિપ્રેમથી પુનિત પરમભાગી.
*
વનમાં ચાહે જવા જીવનસાથ, મળશે કયા સત્કર્મીને સાથ;
સાથ કરશે તન કે કેવળ પ્રાણ, નથી વિધિની લીલાતણું જ્ઞાન.
ચારુ ચરણોથી ખોતરે પૃથ્વી, કરે નૂપુર સ્વરની સૃષ્ટિ;
કરે અરજ જાણે એ સપ્રેમ રાખે ચરણો અમને ગમેતેમ.
લોલ લોચનથી વહે પાણી, પેખી કૌશલ્યાએ કહી વાણી;
સીતા અતિસુકુમારી છે રામ, સાસુ-સસરા પરિવારની પ્રાણ.
(દોહરો)
પિતા જનક ભૂપાલમણિ, શ્વસુર ભાનુકુલભાણ
પતિ રવિકુલ-કુમુદિની વિપિન વિધુગુણ રુપનિધાન.

