राम सीता को वन के कष्टों से वाकिफ करते है
मैं पुनि पुत्रबधू प्रिय पाई । रूप रासि गुन सील सुहाई ॥
नयन पुतरि करि प्रीति बढ़ाई । राखेउँ प्रान जानिकिहिं लाई ॥१॥
कलपबेलि जिमि बहुबिधि लाली । सींचि सनेह सलिल प्रतिपाली ॥
फूलत फलत भयउ बिधि बामा । जानि न जाइ काह परिनामा ॥२॥
पलँग पीठ तजि गोद हिंड़ोरा । सियँ न दीन्ह पगु अवनि कठोरा ॥
जिअनमूरि जिमि जोगवत रहऊँ । दीप बाति नहिं टारन कहऊँ ॥३॥
सोइ सिय चलन चहति बन साथा । आयसु काह होइ रघुनाथा ।
चंद किरन रस रसिक चकोरी । रबि रुख नयन सकइ किमि जोरी ॥४॥
(दोहा)
करि केहरि निसिचर चरहिं दुष्ट जंतु बन भूरि ।
बिष बाटिकाँ कि सोह सुत सुभग सजीवनि मूरि ॥ ५९ ॥
*
MP3 Audio
*
રામ સીતાને વનના ભયસ્થાનો કહી બતાવે છે
(દોહરો)
એવી પામી પુત્રવધુ રૂપ શીલ ગુણધામ
પ્રેમ વધાર્યો ભાવથી રાખ્યો એમાં પ્રાણ.
*
કલ્પલતાસમ લડવી લાડ પાળી સ્નેહજળે દિનરાત;
ફૂલ્યે ફળ્યે વિધિ થયો વામ, સમજી શકાય ના પરિણામ.
તજતાં પલંગ-આસન ગોદ ચાલી પૃથ્વી પર ન કઠોર;
સંજીવની સમાન ગણું, બુઝાવવા બત્તી ન કહ્યું.
સીતા તે ચાહે છે સાથ, આજ્ઞા તો શી છે રઘુનાથ ?
ચંદ્રકિરણ-રસ રસિક ચકોર કેમ કરી દેખે રવિ ઓર ?
(દોહરો)
હસ્તિ સિંહ રાક્ષસ વને પ્રાણી દુષ્ટ ફરે;
વિષવનમાં સંજીવની ખૂટી શુભ શું કરે ?

