सीता राम के साथ जानेकी अपनी बात फिर दोहराती है
मातु समीप कहत सकुचाहीं । बोले समउ समुझि मन माहीं ॥
राजकुमारि सिखावन सुनहू । आन भाँति जियँ जनि कछु गुनहू ॥१॥
आपन मोर नीक जौं चहहू । बचनु हमार मानि गृह रहहू ॥
आयसु मोर सासु सेवकाई । सब बिधि भामिनि भवन भलाई ॥२॥
एहि ते अधिक धरमु नहिं दूजा । सादर सासु ससुर पद पूजा ॥
जब जब मातु करिहि सुधि मोरी । होइहि प्रेम बिकल मति भोरी ॥३॥
तब तब तुम्ह कहि कथा पुरानी । सुंदरि समुझाएहु मृदु बानी ॥
कहउँ सुभायँ सपथ सत मोही । सुमुखि मातु हित राखउँ तोही ॥४॥
(दोहा)
गुर श्रुति संमत धरम फलु पाइअ बिनहिं कलेस ।
हठ बस सब संकट सहे गालव नहुष नरेस ॥ ६१ ॥
*
MP3 Audio
*
સીતા ફરીવાર પોતાની વાત દોહરાવે છે
માતાપાસ થયો સંકોચ વદ્યા રામ પણ ધારી હોંશ;
ભલું તમારું મારું ચહો માની શીખ ગૃહે તો રહો.
આજ્ઞાપાલન ઉત્તમ હશે, સેવા સાસુતણી પણ થશે;
સર્વપ્રકારે શુભ ગૃહવાસ રાજકુમારી સમજો ખાસ.
સાસુ-શ્વસુર પદપૂજન કર્મ એથી અધિક નથી કો ધર્મ;
માતા મુજને યાદ કરે વ્યાકુળ જ્યારે ખૂબ બને
પુરાતન કથા ત્યારે કહી દેજો સાંત્વન સુંદર સાહી.
(દોહરો)
માતાને માટે જ હું તમને ગૃહ રાખું;
સ્વભાવથી જ સરળ અને સત્ય વચન ભાખું.
ગુરુશ્રુતિસંમત ધર્મફળ મળશે, ટળશે ક્લેશ;
હઠથી સંકટમાં પડ્યા ગાલવ નહુષ નરેશ.

