राम पुनः सीता को वनजीवन की कठिनता बताते है
मैं पुनि करि प्रवान पितु बानी । बेगि फिरब सुनु सुमुखि सयानी ॥
दिवस जात नहिं लागिहि बारा । सुंदरि सिखवनु सुनहु हमारा ॥१॥
जौ हठ करहु प्रेम बस बामा । तौ तुम्ह दुखु पाउब परिनामा ॥
काननु कठिन भयंकरु भारी । घोर घामु हिम बारि बयारी ॥२॥
कुस कंटक मग काँकर नाना । चलब पयादेहिं बिनु पदत्राना ॥
चरन कमल मुदु मंजु तुम्हारे । मारग अगम भूमिधर भारे ॥३॥
कंदर खोह नदीं नद नारे । अगम अगाध न जाहिं निहारे ॥
भालु बाघ बृक केहरि नागा । करहिं नाद सुनि धीरजु भागा ॥४॥
(दोहा)
भूमि सयन बलकल बसन असनु कंद फल मूल ।
ते कि सदा सब दिन मिलिहिं सबुइ समय अनुकूल ॥ ६२ ॥
*
MP3 Audio
*
રામ ફરી સીતાને વનના ભયસ્થાનો જણાવે છે
પિતાવચનને સાચાં કરી સદ્ય રહીશ હું પાછો ફરી;
વખત જતાં નહિ લાગે વાર, ક્રીડા કરે નિરંતર કાળ.
હઠ કરશો જો રાખી હામ દુઃખદ આવશે તો પરિણામ;
કાનન કઠિન ભયંકર ઘોર, પ્રતિકૂળતા ત્યાં ચારેકોર.
ટાઢ-તાપ નદ-નદીપ્રપાત કંટક-કંકર શિલા અગાધ;
દુર્ગમ પર્વત માર્ગમહીં ગુફાકોતરો વિવિધ રહી.
(દોહરો)
રીંછ વાઘ વરુ સિંહશાં પ્રાણીઓ વનમાં
શબ્દ કરીને ધૈર્ય ને સ્થૈર્ય ઉભય હણતાં
ઉઘાડા પગે ચાલવું, કઠોર વનના પંથ,
તમારાં ચરણ મૃદુલ છે, દુઃખનો ન હશે અંત.
ભૂમિશયન વલ્કલવસન અશન કંદ-ફળ-મૂળ,
તે પણ સૌ દિન ના મળે સર્વસમય અનુકૂળ.

