Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता राम के साथ जाना चाहती है    
 
सुनि मृदु बचन मनोहर पिय के । लोचन ललित भरे जल सिय के ॥
सीतल सिख दाहक भइ कैंसें । चकइहि सरद चंद निसि जैंसें ॥१॥
 
उतरु न आव बिकल बैदेही । तजन चहत सुचि स्वामि सनेही ॥
बरबस रोकि बिलोचन बारी । धरि धीरजु उर अवनिकुमारी ॥२॥
 
लागि सासु पग कह कर जोरी । छमबि देबि बड़ि अबिनय मोरी ॥
दीन्हि प्रानपति मोहि सिख सोई । जेहि बिधि मोर परम हित होई ॥३॥
 
मैं पुनि समुझि दीखि मन माहीं । पिय बियोग सम दुखु जग नाहीं ॥ ४ ॥
 
(दोहा)
प्राननाथ करुनायतन सुंदर सुखद सुजान ।
तुम्ह बिनु रघुकुल कुमुद बिधु सुरपुर नरक समान ॥ ६४ ॥

*
MP3 Audio

*
 
સીતા પતિની સંનિધિ ચહે છે
 
(દોહરો) 
પતિનાં મૃદુ વચનો સુણી આવ્યાં નયને નીર,
રડવા લાગ્યાં રોમ ને અંતર બન્યું અધીર.
 
રાત ચાંદની શરદની દાહક બનતી જેમ
શીતળ વાણી રામની દાહક લાગી એમ.
 
રોકી લોચનવારિને ધીરજ ધરી અપાર
કૌશલ્યાને વંદતાં બોલી સીતા વાણ.
 
ક્ષમ્ય ગણો અવિનય, મને અર્પી હિતની શીખ,
તોપણ તેને ના ગણે શ્રેયસ્કર મુજ ચિત્ત.
 
પતિના વિયોગશું નથી જગમાં કોઈ દુઃખ;
પતિ સંનિધિમાં સાંપડે સ્ત્રીને સુખ બહુમૂલ.
 
પ્રાણનાથ કરુણાયતન સુંદર સુખદ સુજાણ
રઘુકુળકુમુદ ચંદ્રવિણ સુરપુર નરક સમાન.