Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

विपत्ति में राम के साथ जाने के लिए सीता तैयार     
 
बनदेवीं बनदेव उदारा । करिहहिं सासु ससुर सम सारा ॥
कुस किसलय साथरी सुहाई । प्रभु सँग मंजु मनोज तुराई ॥१॥
 
कंद मूल फल अमिअ अहारू । अवध सौध सत सरिस पहारू ॥
छिनु छिनु प्रभु पद कमल बिलोकि ।रहिहउँ मुदित दिवस जिमि कोकी ॥२॥
 
बन दुख नाथ कहे बहुतेरे । भय बिषाद परिताप घनेरे ॥
प्रभु बियोग लवलेस समाना । सब मिलि होहिं न कृपानिधाना ॥३॥
 
अस जियँ जानि सुजान सिरोमनि । लेइअ संग मोहि छाड़िअ जनि ॥
बिनती बहुत करौं का स्वामी । करुनामय उर अंतरजामी ॥४॥
 
(दोहा)  
राखिअ अवध जो अवधि लगि रहत न जनिअहिं प्रान ।
दीनबंधु संदर सुखद सील सनेह निधान ॥ ६६ ॥

*
MP3 Audio

*
 
રામના સંકટમાં સહભાગી થવા સીતા આતુર
 
વનદેવી વનદેવ ઉદાર સદા રાખશે મારી ભાળ;
કુશકિસલયની કોમળ સેજ પ્રભુસહ શય્યા સુખદા એ જ.
 
કંદમૂળફળ અમૃતઆહાર, શતશત બનશે હર્મ્ય પહાડ;
પ્રતિપળ પ્રભુપદ પેખી મન બનશે ચકવી જેમ પ્રસન્ન.
 
વિવિધ કહ્યાં વનનાં દુઃખ નાથ, સંકટ ભય પરિતાપવિષાદ;
સર્વ મળી ના કૃપાનિધાન, પ્રભુવિયોગના કષ્ટસમાન.
 
જાણી એમ સમજતાં રાગ સાથ મને લો, કરો ન ત્યાગ;
કરુણામય હે અરજ કરું, અંતર્યામી ધ્યાન ધરું.
 
(દોહરો) 
અવધ રાખશો અવધિ સુધી તો રહેશે ના પ્રાણ;
દીનબંધુ સુંદર સુખદ સદગુણ સ્નેહનિધાન !