राम की सेवा करने की सुमित्रा की सीख
पुत्रवती जुबती जग सोई । रघुपति भगतु जासु सुतु होई ॥
नतरु बाँझ भलि बादि बिआनी । राम बिमुख सुत तें हित जानी ॥१॥
तुम्हरेहिं भाग रामु बन जाहीं । दूसर हेतु तात कछु नाहीं ॥
सकल सुकृत कर बड़ फलु एहू । राम सीय पद सहज सनेहू ॥२॥
राग रोषु इरिषा मदु मोहू । जनि सपनेहुँ इन्ह के बस होहू ॥
सकल प्रकार बिकार बिहाई । मन क्रम बचन करेहु सेवकाई ॥३॥
तुम्ह कहुँ बन सब भाँति सुपासू । सँग पितु मातु रामु सिय जासू ॥
जेहिं न रामु बन लहहिं कलेसू । सुत सोइ करेहु इहइ उपदेसू ॥४॥
(छंद)
उपदेसु यहु जेहिं तात तुम्हरे राम सिय सुख पावहीं ।
पितु मातु प्रिय परिवार पुर सुख सुरति बन बिसरावहीं ।
तुलसी प्रभुहि सिख देइ आयसु दीन्ह पुनि आसिष दई ।
रति होउ अबिरल अमल सिय रघुबीर पद नित नित नई ॥
(सोरठा)
मातु चरन सिरु नाइ चले तुरत संकित हृदयँ ।
बागुर बिषम तोराइ मनहुँ भाग मृगु भाग बस ॥ ७५ ॥
*
MP3 Audio
*
રામની સેવા કરવાની લક્ષ્મણને સુમિત્રાની શીખ
પુત્રવતી તે સ્ત્રી જગમાંહ્ય રામભક્ત જેનો સુત થાય;
રામવિમુખ જેનો સુત હોય વંધ્યા રહે અહિત નવ તોય.
રામ વને તુજ ભાગ્યે જાય, અન્ય હેતુ ના એની માંહ્ય;
સકળ સુકૃતનું શુચિ ફળ એહ રામસીયપદ સહજ સનેહ.
રાગ-રોષ-ઇર્ષા-મદ જાય, મોહ સ્વપ્નમાં પણ નવ થાય;
વિકાર વિવિધ પ્રકાર તજી મન-ક્રમ-વચને રહે ભજી.
માત-પિતા સમ સીતારામ વનમાં પણ દેશે આરામ;
થાય રામને લેશ ન કલેશ, યાદ રાખજે મુજ ઉપદેશ.
(છંદ)
ઉપદેશ મારો યાદ રાખી ઉભયને સુખ આપજે,
માતાપિતા પરિવાર પુરનાં સ્મરણ સઘળાં કાપજે;
આદેશ આશીર્વાદ અર્પી માત લક્ષ્મણને રહી,
રતિ થાય અવિચળ રામસીતાપદે નિત્ય નવીનવી.
(દોહરો)
માતૃપદે લક્ષ્મણ નમી ચાલ્યા શંકા સાથ,
ભાગે તોડી જાળને મૃગ જ્યમ ભાગ્યવશાત.

