राम, सीता और लक्ष्मण दशरथ के पास पहूँचे
गए लखनु जहँ जानकिनाथू । भे मन मुदित पाइ प्रिय साथू ॥
बंदि राम सिय चरन सुहाए । चले संग नृपमंदिर आए ॥१॥
कहहिं परसपर पुर नर नारी । भलि बनाइ बिधि बात बिगारी ॥
तन कृस दुखु बदन मलीने । बिकल मनहुँ माखी मधु छीने ॥२॥
कर मीजहिं सिरु धुनि पछिताहीं । जनु बिन पंख बिहग अकुलाहीं ॥
भइ बड़ि भीर भूप दरबारा । बरनि न जाइ बिषादु अपारा ॥३॥
सचिवँ उठाइ राउ बैठारे । कहि प्रिय बचन रामु पगु धारे ॥
सिय समेत दोउ तनय निहारी । ब्याकुल भयउ भूमिपति भारी ॥४॥
(दोहा)
सीय सहित सुत सुभग दोउ देखि देखि अकुलाइ ।
बारहिं बार सनेह बस राउ लेइ उर लाइ ॥ ७६ ॥
*
MP3 Audio
*
રામ સીતા અને લક્ષ્મણ દશરથના ભવને પહોંચે છે
(દોહરો)
સીતા-રઘુવરને કરી વંદન હર્ષ થકી
પહોંચ્યા રાજમહેલમાં પ્રિયની સાથ પછી.
વિધિએ સુખદાયક કરી બધી બગાડી વાત,
પુર નરનારી બોલતાં એમ વાટ ને ઘાટ.
તન કૃશ મન વિહવળ અને મુખ પણ હતાં ઉદાસ,
જેમ વ્યગ્ર માખી બને ટળતાં મધની આશ.
પાંખહીન પંખીસમા મસળી હાથ રહ્યાં,
વ્યથા વેઠતાં આર્ત ને વિષાદમગ્ન બન્યાં.
સચિવે નૃપને માહિતી આપી રામતણી;
નૃપ સુતદ્વયને દેખતાં પામ્યા પીડ ઘણી.
સીતા સાથે બંધુને દેખી વ્યથિત થયા,
સ્નેહે ભેટી એમને વારંવાર રહ્યા.

