Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता को वापिस लेकर आना, दशरथ ने सुमंत्र को कहा    
 
जौ नहिं फिरहिं धीर दोउ भाई । सत्यसंध दृढ़ब्रत रघुराई ॥
तौ तुम्ह बिनय करेहु कर जोरी । फेरिअ प्रभु मिथिलेसकिसोरी ॥१॥
 
जब सिय कानन देखि डेराई । कहेहु मोरि सिख अवसरु पाई ॥
सासु ससुर अस कहेउ सँदेसू । पुत्रि फिरिअ बन बहुत कलेसू ॥२॥
 
पितृगृह कबहुँ कबहुँ ससुरारी । रहेहु जहाँ रुचि होइ तुम्हारी ॥
एहि बिधि करेहु उपाय कदंबा । फिरइ त होइ प्रान अवलंबा ॥३॥
 
नाहिं त मोर मरनु परिनामा । कछु न बसाइ भएँ बिधि बामा ॥
अस कहि मुरुछि परा महि राऊ । रामु लखनु सिय आनि देखाऊ ॥४॥
 
(दोहा)   
पाइ रजायसु नाइ सिरु रथु अति बेग बनाइ ।
गयउ जहाँ बाहेर नगर सीय सहित दोउ भाइ ॥ ८२ ॥

*
MP3 Audio

*
 
દશરથ સુમંત્રને સીતાને પાછા લાવવાનો સંદેશ આપે છે
 
પાછા ફરે ઉભય ના ભ્રાત, સત્યસંધ દૃઢવ્રત રઘુનાથ,
કરજો અરજ પ્રણમતાં તો સીતા વળે પુરે પ્રભુ ઓ !
 
વનને દેખી સીતા ડરે કહેજો સુમધુર સ્વરે
સાસુ-શ્વસુરનો છે સંદેશ વનમાં સુખકેરો નવ લેશ.
 
માટે તરત જ પાછાં ફરો, અવધે કે મિથિલામાં રહો;
કરજો એ વિધ વિવિધ ઉપાય, મળશે મુજને પરમ  સહાય.
 
નહિ તો મરણ થશે મારું બનતાં દૈવ અતિનઠારું;
જનકસુતા લક્ષ્મણ રઘુરાય વદી ઢળ્યા ધરતી પર રાય.
 
(દોહરો)    
રથ તૈયાર કરી તરત નૃપની સંમતિથી
સીતા લક્ષ્મણ રામને પુરથી દૂર જઇ