सुमंत्र ने राम, सीता लक्ष्मण को रथ में बिठाया
तब सुमंत्र नृप बचन सुनाए । करि बिनती रथ रामु चढ़ाए ॥
चढ़ि रथ सीय सहित दोउ भाई । चले हृदयँ अवधहि सिरु नाई ॥१॥
चलत रामु लखि अवध अनाथा । बिकल लोग सब लागे साथा ॥
कृपासिंधु बहुबिधि समुझावहिं । फिरहिं प्रेम बस पुनि फिरि आवहिं ॥२॥
लागति अवध भयावनि भारी । मानहुँ कालराति अँधिआरी ॥
घोर जंतु सम पुर नर नारी । डरपहिं एकहि एक निहारी ॥३॥
घर मसान परिजन जनु भूता । सुत हित मीत मनहुँ जमदूता ॥
बागन्ह बिटप बेलि कुम्हिलाहीं । सरित सरोवर देखि न जाहीं ॥४॥
(दोहा)
हय गय कोटिन्ह केलिमृग पुरपसु चातक मोर ।
पिक रथांग सुक सारिका सारस हंस चकोर ॥ ८३ ॥
*
MP3 Audio
*
સુમંત્ર રામ-લક્ષ્મણ-સીતાને રથમાં બેસાડે છે
(દોહરો)
વચન કહીને નૃપતણાં બેસાડયા રથમાં;
ચાલ્યા સર્વે અવધને નમી લઇ ઉરમાં.
*
અવલોકીને અવધ અનાથ ચાલ્યા લોક વિકળ સૌ સાથ;
કૃપાસિંધુએ વિવિધ પ્રકાર સમજાવ્યા પણ સર્વ અસાર.
પાછા જતા નગરજન જે પુનઃ પ્રેમવશ ફરતા તે.
અવધ ભયંકર અતિભારે કાળરાત લાગી ત્યારે;
ઘોર જંતુસમ પુર નર-નાર જોતાં ભયભીત બન્યાં અપાર.
ગૃહ સ્મશાન પરિજન સૌ ભૂત સુહૃદપુત્ર લાગ્યા યમદૂત;
બન્યાં વલ્લરી વૃક્ષો મ્લાન સર સરિતા સઘળાં નિષ્પ્રાણ.
(દોહરો)
હયગય અનંત કેલિમૃગ પુરપશુ ચાતક મોર
પિક રથાંગ શુક સારિકા સાર સહંસ ચકોર

