अयोध्या के लोग रथ के पीछे चले
राम बियोग बिकल सब ठाढ़े । जहँ तहँ मनहुँ चित्र लिखि काढ़े ॥
नगरु सफल बनु गहबर भारी । खग मृग बिपुल सकल नर नारी ॥१॥
बिधि कैकेई किरातिनि कीन्ही । जेंहि दव दुसह दसहुँ दिसि दीन्ही ॥
सहि न सके रघुबर बिरहागी । चले लोग सब ब्याकुल भागी ॥२॥
सबहिं बिचार कीन्ह मन माहीं । राम लखन सिय बिनु सुखु नाहीं ॥
जहाँ रामु तहँ सबुइ समाजू । बिनु रघुबीर अवध नहिं काजू ॥३॥
चले साथ अस मंत्रु दृढ़ाई । सुर दुर्लभ सुख सदन बिहाई ॥
राम चरन पंकज प्रिय जिन्हही । बिषय भोग बस करहिं कि तिन्हही ॥४॥
(दोहा)
बालक बृद्ध बिहाइ गृँह लगे लोग सब साथ ।
तमसा तीर निवासु किय प्रथम दिवस रघुनाथ ॥ ८४ ॥
*
MP3 Audio
*
અયોધ્યાવાસીઓ રથની પાછળ જાય છે
(દોહરો)
ઊભાં રહ્યાં વ્યાકુળ બની રામવિયોગમહીં
ચિત્રાંકિતશાં, લાગતું જીવન કયાંય નહીં.
નગર ગાઢ વનશું હતું, માનવ હતાં વિહંગ,
રામ જતાં કયાંયે રહ્યો એમાં ના રસરંગ.
કૈકેયીને ભીલડી વિધિએ ઘોર કરી,
દસે દિશામાં દુઃસહ દવની જ્વાળ ભરી.
રઘુવરનો વિરહાગ્નિ તે સહી શક્યા જન ના,
લાગ્યા તેથી નાસવા સૌ વ્યાકુળ બનતાં.
સૌએ કર્યો વિચાર કે સીતા લક્ષ્મણ રામ
સિવાય સુખ ના અવધમાં નહીં કામ આરામ.
રામ હશે ત્યાં સૌ હશે વિચારતાં સૌ એમ
સુરદુર્લભ સુખસદનને છોડીને સપ્રેમ
સાથે ચાલ્યા રામની; રામચરણમાં પ્રેમ
હોય જેમને તેમને વિષય વશ કરે કેમ ?
બાળવૃદ્ધને છોડતાં સર્વે ચાલ્યા સાથ,
વાસ કર્યો તમસાતટે પ્રથમ દિવસ રઘુનાથ.

