Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम शृंगबेरपुर पहूँचे
 
सीता सचिव सहित दोउ भाई । सृंगबेरपुर पहुँचे जाई ॥
उतरे राम देवसरि देखी । कीन्ह दंडवत हरषु बिसेषी ॥१॥
 
लखन सचिवँ सियँ किए प्रनामा । सबहि सहित सुखु पायउ रामा ॥
गंग सकल मुद मंगल मूला । सब सुख करनि हरनि सब सूला ॥२॥
 
 कहि कहि कोटिक कथा प्रसंगा । रामु बिलोकहिं गंग तरंगा ॥
सचिवहि अनुजहि प्रियहि सुनाई । बिबुध नदी महिमा अधिकाई ॥३॥
 
मज्जनु कीन्ह पंथ श्रम गयऊ । सुचि जलु पिअत मुदित मन भयऊ ॥
सुमिरत जाहि मिटइ श्रम भारू । तेहि श्रम यह लौकिक ब्यवहारू ॥४॥
 
(दोहा)    
सुध्द सचिदानंदमय कंद भानुकुल केतु ।
चरित करत नर अनुहरत संसृति सागर सेतु ॥ ८७ ॥

*
MP3 Audio

*
 
રામ શૃંગવેરપુર પહોંચે છે
 
(દોહરો)   
શૃંગવેરપુર પહોંચતાં સીતા લક્ષ્મણ રામ
પેખી ગંગાને રહ્યાં પ્રેમે કરી પ્રણામ.
*
ગંગ સકળ મુદ મંગલમૂળ સુખને ધરે હરે સૌ શૂળ.
કહેતાં કોટિક કથાપ્રસંગ રામે નીરખ્યાં ગંગતરંગ.
 
સચિવ અનુજ સીતાને ખાસ કહ્યું નદી માહાત્મ્ય અગાધ.
મજ્જન કર્યે પંથ-શ્રમ ગયો, જળપાને પ્રાણ મુદિત થયો.
જેનું સ્મરણ હરે શ્રમભાર તેને શ્રમ લૌકિક વ્યવહાર.
 
(દોહરો)    
શુદ્ધ સચ્ચિદાનંદમય રામ ભાનુકુળકેતુ
મનુષ્ય જેમ ચરિત કરે સંસૃતિ સાગરસેતુ.