निषादराज गुह से मिलाप
यह सुधि गुहँ निषाद जब पाई । मुदित लिए प्रिय बंधु बोलाई ॥
लिए फल मूल भेंट भरि भारा । मिलन चलेउ हिँयँ हरषु अपारा ॥१॥
करि दंडवत भेंट धरि आगें । प्रभुहि बिलोकत अति अनुरागें ॥
सहज सनेह बिबस रघुराई । पूँछी कुसल निकट बैठाई ॥२॥
नाथ कुसल पद पंकज देखें । भयउँ भागभाजन जन लेखें ॥
देव धरनि धनु धामु तुम्हारा । मैं जनु नीचु सहित परिवारा ॥३॥
कृपा करिअ पुर धारिअ पाऊ । थापिय जनु सबु लोगु सिहाऊ ॥
कहेहु सत्य सबु सखा सुजाना । मोहि दीन्ह पितु आयसु आना ॥४॥
(दोहा)
बरष चारिदस बासु बन मुनि ब्रत बेषु अहारु ।
ग्राम बासु नहिं उचित सुनि गुहहि भयउ दुखु भारु ॥ ८८ ॥
*
MP3 Audio
*
નિષાદરાજ ગુહનો મેળાપ
(દોહરો)
માહિતી બધી મેળવી નિષાદ પામી રંગ
ચાલ્યો મળવા સ્વજનસહ મંગાવી ફળકંદ.
ભેટ ધરીને દંડવત પ્રેમે કરી પ્રણામ,
અતિ અનુરાગે નીરખવા લાગ્યો પ્રભુશ્રી રામ.
સહજ સ્નેહવશ રઘુવરે બેસાડી પાસે
પૂછયા કુશળ, વદ્યો તદા અનુગ્રહની આશે,
ચરણકમળ પેખી બન્યું કુશળ બધું મારું;
ભાગ્યવાન જનમાં મળ્યું સ્થાન મને ન્યારું.
ધરતી ધન ને ધામ છે તમારું જ સઘળું,
પરિવાર સહિત ક્ષુદ્ર છું દાસ તમારો હું.
કૃપા કરીને પુરમહીં પદાર્પણ કરી આજ
અપનાવો મુજને, ભલે વખાણે બધા ભાગ્ય.
વદ્યા રામ, સાચું કહ્યું સખા બંધુયે તેં,
આજ્ઞા આપી અન્ય છે જનકે કિન્તુ મને.
ચૌદ વરસ વનવાસ ને મુનિવ્રત ભોજન વેશ,
ગ્રામવાસ ના ઉચિત; સુણી ગુહને લાગી ઠેસ.

