निषादराज गुह की खातिरदारी
राम लखन सिय रूप निहारी । कहहिं सप्रेम ग्राम नर नारी ॥
ते पितु मातु कहहु सखि कैसे । जिन्ह पठए बन बालक ऐसे ॥१॥
एक कहहिं भल भूपति कीन्हा । लोयन लाहु हमहि बिधि दीन्हा ॥
तब निषादपति उर अनुमाना । तरु सिंसुपा मनोहर जाना ॥२॥
लै रघुनाथहि ठाउँ देखावा । कहेउ राम सब भाँति सुहावा ॥
पुरजन करि जोहारु घर आए । रघुबर संध्या करन सिधाए ॥३॥
गुहँ सँवारि साँथरी डसाई । कुस किसलयमय मृदुल सुहाई ॥
सुचि फल मूल मधुर मृदु जानी । दोना भरि भरि राखेसि पानी ॥४॥
(दोहा)
सिय सुमंत्र भ्राता सहित कंद मूल फल खाइ ।
सयन कीन्ह रघुबंसमनि पाय पलोटत भाइ ॥ ८९ ॥
*
MP3 Audio
*
નિષાદરાજ ગુહની આગતા-સ્વાગતા
લક્ષ્મણ સીતા રામ નિહાળી વદ્યાં સપ્રેમ ગ્રામ નર-નારી,
માત-તાત સહિયર તે કેવાં વન મોકલ્યાં બાળ સુર જેવાં !
એકે કહ્યું નૃપે શુભ કર્યું, વિધિએ લોચનને સુખ ધર્યું.
કર્યુ નિષાદે ઉર અનુમાન અશોકદ્રુમનું છે શુચિ સ્થાન.
સ્થાન બતાવ્યું રઘુપતિને, રઘુપતિને લાગ્યું પ્રિય તે;
પુરજન વંદી નિજગૃહ ગયા, સંધ્યા કરવા રઘુવર રહ્યા.
કુશકિસલયની શય્યા કરી ગુહે કંદ-ફળ મધુમય ધરી;
ભર્યું અમૃતમય પીવા નીર; નેહ હતો એનો ન લગીર.
(દોહરો)
સીતા સુમંત્ર ભ્રાત સહ અશન કરી રઘુરાય
સૂતા ત્યારે લક્ષ્મણ રહ્યા દબાવી પાય.

