लक्ष्मण गुह को समझाता है
भइ दिनकर कुल बिटप कुठारी । कुमति कीन्ह सब बिस्व दुखारी ॥
भयउ बिषादु निषादहि भारी । राम सीय महि सयन निहारी ॥१॥
बोले लखन मधुर मृदु बानी । ग्यान बिराग भगति रस सानी ॥
काहु न कोउ सुख दुख कर दाता । निज कृत करम भोग सबु भ्राता ॥२॥
जोग बियोग भोग भल मंदा । हित अनहित मध्यम भ्रम फंदा ॥
जनमु मरनु जहँ लगि जग जालू । संपती बिपति करमु अरु कालू ॥३॥
धरनि धामु धनु पुर परिवारू । सरगु नरकु जहँ लगि ब्यवहारू ॥
देखिअ सुनिअ गुनिअ मन माहीं । मोह मूल परमारथु नाहीं ॥४॥
(दोहा)
सपनें होइ भिखारि नृप रंकु नाकपति होइ ।
जागें लाभु न हानि कछु तिमि प्रपंच जियँ जोइ ॥ ९२ ॥
*
MP3 Audio
*
લક્ષ્મણ ગુહને સમજાવે છે
દિનકર કુળદ્રુમ બની કુઠાર જગને દીધું કષ્ટ અપાર;
અનુભવી રહ્યો પરમ વિષાદ એમ રાતભર ભક્ત નિષાદ.
કહી લક્ષ્મણે મધુ મૃદુ વાણ જ્ઞાન વિરક્તિ ભક્તિ રસખાણ,
સુખદુઃખ જન ના કોઇ ધરે, કર્મતણાં ફળ સૌને મળે.
યોગ-વિયોગ ભોગ શુભ મંદ હિત-અનહિત મધ્યમ ભ્રમ ફંદ
જન્મ-મરણ જ્યાં લગ જંજાળ સંપદ-વિપદ કર્મ કે કાળ
ધરા ધામ ધન પુર પરિવાર સ્વર્ગ નરક સરખા વ્યવહાર,
સુણતાં જોતાં કર્યે વિચાર દીસે છે એ સકળ અસાર.
મોહ મૂળ સર્વતણું એ નિશ્ચય કર્યો સમજતાં મેં.
(દોહરો)
રાજા ભિક્ષુક સ્વપ્નમાં રંક સ્વર્ગપતિ થાય,
લાભહાનિ ના જાગતાં; તેમ પ્રપંચ જણાય.

