लक्ष्मण के विचार
अस बिचारि नहिं कीजा रोसू । काहुहि बादि न देइअ दोसू ॥
मोह निसाँ सबु सोवनिहारा । देखिअ सपन अनेक प्रकारा ॥१॥
एहिं जग जामिनि जागहिं जोगी । परमारथी प्रपंच बियोगी ॥
जानिअ तबहिं जीव जग जागा । जब जब बिषय बिलास बिरागा ॥२॥
होइ बिबेकु मोह भ्रम भागा । तब रघुनाथ चरन अनुरागा ॥
सखा परम परमारथु एहू । मन क्रम बचन राम पद नेहू ॥३॥
राम ब्रह्म परमारथ रूपा । अबिगत अलख अनादि अनूपा ॥
सकल बिकार रहित गतभेदा । कहि नित नेति निरूपहिं बेदा ॥४॥
(दोहा)
भगत भूमि भूसुर सुरभि सुर हित लागि कृपाल ।
करत चरित धरि मनुज तनु सुनत मिटहि जग जाल ॥ ९३ ॥
॥ मासपारायण, पंद्रहवा विश्राम ॥
*
MP3 Audio
*
લક્ષ્મણના વિચારો
(દોહરો)
એમ વિચારી રોષ ના કરવો દેવો દોષ;
મોહનિશામાં સૌ સૂતા જુએ સ્વપ્નનો કોશ.
આ જગની રજનીમહીં યોગીજન જાગે
પ્રપંચમુક્ત બની ગયા પરમાર્થી રાગી.
જાણી લેવો જીવને જાગેલો ત્યારે
વિષય વિલાસોથી બધા વિરક્તિ હો જ્યારે.
*
થતાં વિવેક મોહ ભ્રમ જાય, રામચરણરતિ ત્યારે થાય;
સખા પરમ પરમારથ એ જ મન-ક્રમ-વચન રામપદ નેહ.
રામ બ્રહ્મ પરમાર્થ સ્વરૂપ અવગતિ અલખ અનાદિ અનૂપ;
સકળ વિકારરહિત ગતભેદ, નેતિ નેતિ નિત્ય વદે વેદ.
(દોહરો)
ભક્તભૂમિ ભૂસુર સુરભિ સુરહિતકાજ કૃપાળ
મનુજ રૂપે લીલા કરે સુણ્યે મટે જગ જાળ.

