केवट ने उतराई लेने से मना किया
उतरि ठाड़ भए सुरसरि रेता । सीयराम गुह लखन समेता ॥
केवट उतरि दंडवत कीन्हा । प्रभुहि सकुच एहि नहिं कछु दीन्हा ॥१॥
पिय हिय की सिय जाननिहारी । मनि मुदरी मन मुदित उतारी ॥
कहेउ कृपाल लेहि उतराई । केवट चरन गहे अकुलाई ॥२॥
नाथ आजु मैं काह न पावा । मिटे दोष दुख दारिद दावा ॥
बहुत काल मैं कीन्हि मजूरी । आजु दीन्ह बिधि बनि भलि भूरी ॥३॥
अब कछु नाथ न चाहिअ मोरें । दीनदयाल अनुग्रह तोरें ॥
फिरती बार मोहि जे देबा । सो प्रसादु मैं सिर धरि लेबा ॥४॥
(दोहा)
बहुत कीन्ह प्रभु लखन सियँ नहिं कछु केवटु लेइ ।
बिदा कीन्ह करुनायतन भगति बिमल बरु देइ ॥ १०२ ॥
*
MP3 Audio
*
કેવટ ઉતરાઇ લેવાની ના પાડે છે
સ્પર્શી સુરસરીની શુચિ રેત સીતારામ ગુહ અનુજ સમેત,
કર્યા કેવટે ઊતરી પ્રણામ ત્યારે સંકોચાયા સહેજ રામ.
નવ કેવટ ને કશું આપ્યું, મન રામનું સીતાએ માપ્યું,
વીંટી મંડિત મણિથી ઉતારી, વદ્યા રઘુવર લો ઊતરાઇ.
ગ્રહ્યા કેવટે ચરણને પ્રેમે કહ્યું વ્યાકુળ અંતરે કેમે,
નાથ, આજ મળ્યું ના મને શું, દુઃખ દળદર મુક્ત બન્યો હું.
દીર્ઘ સમય સુધી કરી વેઠ, મળ્યું વળતર આજે સારીપેઠ.
નાથ, અનુગ્રહથી હવે મારે રહી આવશ્યકતા ના વધારે;
પાછા ફરતાં મને જે દેશો સ્વીકારીશ પ્રસાદ હું તે તો.
(દોહરો)
ઘણું કહ્યું તોપણ ગ્રહ્યું કેવટે કશું ના,
વિમળ ભક્તિનું વર ધર્યું છેવટે રામે ત્યાં.

