सीता ने गंगामैया की पूजा की
तब मज्जनु करि रघुकुलनाथा । पूजि पारथिव नायउ माथा ॥
सियँ सुरसरिहि कहेउ कर जोरी । मातु मनोरथ पुरउबि मोरी ॥१॥
पति देवर संग कुसल बहोरी । आइ करौं जेहिं पूजा तोरी ॥
सुनि सिय बिनय प्रेम रस सानी । भइ तब बिमल बारि बर बानी ॥२॥
सुनु रघुबीर प्रिया बैदेही । तव प्रभाउ जग बिदित न केही ॥
लोकप होहिं बिलोकत तोरें । तोहि सेवहिं सब सिधि कर जोरें ॥३॥
तुम्ह जो हमहि बड़ि बिनय सुनाई । कृपा कीन्हि मोहि दीन्हि बड़ाई ॥
तदपि देबि मैं देबि असीसा । सफल होपन हित निज बागीसा ॥४॥
(दोहा)
प्राननाथ देवर सहित कुसल कोसला आइ ।
पूजहि सब मनकामना सुजसु रहिहि जग छाइ ॥ १०३ ॥
*
MP3 Audio
*
સીતા ગંગાની પૂજા કરે છે
સ્નાન કરી રઘુપતિએ ખાસ શિવની પૂજા કરી સહાસ;
સીતા બોલી ગંગામાત કૃતાર્થ કરજો મારી જાત.
કુશળ દિયર ને પતિની સાથ પૂજું વળતાં જોડી હાથ;
સુણતાં પ્રેમ વિનયમય વાણ વદ્યો તરત ગંગાનો પ્રાણ.
રઘુવર પ્રિયા પ્રભાવ અનંત જ્ઞાત તમારો છે બળવંત;
જોતાં લોકપ લોક બને, સિદ્ધિઓ સેવે તમને.
મોટાઇ મુજને આપી અરજ કરી કરુણા માપી;
તોપણ વાણ સફળ કરવા આશિષ આપું નિત્ય નવા.
(દોહરો)
કુશળ કોશલે આવશો રઘુવર લક્ષ્મણ સાથ
પૂર્ણ થશે મનોકામના થશે યશ જગે વ્યાપ્ત

