श्रीराम संगमस्थान पहूँचे
तेहि दिन भयउ बिटप तर बासू । लखन सखाँ सब कीन्ह सुपासू ॥
प्रात प्रातकृत करि रधुसाई । तीरथराजु दीख प्रभु जाई ॥१॥
सचिव सत्य श्रध्दा प्रिय नारी । माधव सरिस मीतु हितकारी ॥
चारि पदारथ भरा भँडारु । पुन्य प्रदेस देस अति चारु ॥२॥
छेत्र अगम गढ़ु गाढ़ सुहावा । सपनेहुँ नहिं प्रतिपच्छिन्ह पावा ॥
सेन सकल तीरथ बर बीरा । कलुष अनीक दलन रनधीरा ॥३॥
संगमु सिंहासनु सुठि सोहा । छत्रु अखयबटु मुनि मनु मोहा ॥
चवँर जमुन अरु गंग तरंगा । देखि होहिं दुख दारिद भंगा ॥४॥
(दोहा)
सेवहिं सुकृति साधु सुचि पावहिं सब मनकाम ।
बंदी बेद पुरान गन कहहिं बिमल गुन ग्राम ॥ १०५ ॥
*
MP3 Audio
*
શ્રીરામ સંગમસ્થાનમાં પધારે છે
(દોહરો)
તે દિન વૃક્ષ નીચે વસ્યા વ્યવસ્થા કરી ખાસ;
તીર્થરાજના દર્શને ગયા પ્રભાતે પાસ.
*
સચિવ સત્ય શ્રદ્ધા પ્રિય નારી, માધવ સદૃશ મિત્ર હિતકારી;
ચાર પદાર્થ ભર્યો ભંડાર, પુણ્યપ્રદેશ દેશ સુરસાળ.
ક્ષેત્ર અગમ ગઢ સુદ્રઢ સોહાય, સ્વપ્ને શત્રુ ન એમાં જાય;
સૈન્ય સકળ તીર્થ પરમવીર કલુષ અનીકદલન રણધીર.
સંગમ સિંહાસન સોહાય, અક્ષય છત્રે મન મોહાય;
ચામર યમુના ગંગ તરંગ કરે દીનતા દુઃખનો ભંગ.
(દોહરો)
સેવે શુચિ સત્પુરુષ સૌ સાર્થક કરતાં કામ;
વંદી વેદ પુરાણ ગણ ગાય વિમળ ગુણગ્રામ.

