श्रीराम भरद्वाज मुनि के आश्रम पहूँचे
को कहि सकइ प्रयाग प्रभाऊ । कलुष पुंज कुंजर मृगराऊ ॥
अस तीरथपति देखि सुहावा । सुख सागर रघुबर सुखु पावा ॥१॥
कहि सिय लखनहि सखहि सुनाई । श्रीमुख तीरथराज बड़ाई ॥
करि प्रनामु देखत बन बागा । कहत महातम अति अनुरागा ॥२॥
एहि बिधि आइ बिलोकी बेनी । सुमिरत सकल सुमंगल देनी ॥
मुदित नहाइ कीन्हि सिव सेवा । पुजि जथाबिधि तीरथ देवा ॥३॥
तब प्रभु भरद्वाज पहिं आए । करत दंडवत मुनि उर लाए ॥
मुनि मन मोद न कछु कहि जाइ । ब्रह्मानंद रासि जनु पाई ॥४॥
(दोहा)
दीन्हि असीस मुनीस उर अति अनंदु अस जानि ।
लोचन गोचर सुकृत फल मनहुँ किए बिधि आनि ॥ १०६ ॥
*
MP3 Audio
*
રામ ભારદ્વાજ મુનિના આશ્રમે પહોંચે છે
કો જન કહે પ્રયાગ પ્રભાવ કલુષપુંજ કુંજર મૃગરાવ;
કરી તીર્થપતિનું દર્શન થયું રામને આકર્ષણ.
સુખસાગર સુખ પામ્યા રામ, મહાત્મય કહી કરી પ્રણામ
વિલોકતાં વન તેમજ બાગ આગળ વધ્યા સહિત અનુરાગ.
સ્મરણમાત્રથી મંગલ કરે ગયા એ મધુર ત્રિવેણી પરે;
સાનંદ સુખે સ્નાન કરી પૂજન શિવને સુખદ ધરી
વિધિપૂર્વક પૂજ્યા સૌ દેવ, ચાલ્યા કરવા મુનિની સેવ.
પહોચ્યાં ભરદ્વાજ મુનિપાસ, કર્યા દંડવત પ્રેમે ખાસ;
મુનિમન મોદ કહ્યો નવ જાય, સંતોષ થયો પરમ અપાર.
(દોહરો)
ભેટયા મુનિ નિધિ મેળવી બ્રહ્માનંદતણો,
આપ્યા આશીર્વાદને કરતાં સ્નેહ ઘણો.
લોચન ગોચર સુકૃત ફળ વિધિએ શ્રેષ્ઠ કર્યું
મુનિએ માન્યું એટલે દર્શન દિવ્ય મળ્યું.

