भरद्वाज मुनि द्वारा राम का सत्कार
कुसल प्रस्न करि आसन दीन्हे । पूजि प्रेम परिपूरन कीन्हे ॥
कंद मूल फल अंकुर नीके । दिए आनि मुनि मनहुँ अमी के ॥१॥
सीय लखन जन सहित सुहाए । अति रुचि राम मूल फल खाए ॥
भए बिगतश्रम रामु सुखारे । भरव्दाज मृदु बचन उचारे ॥२॥
आजु सुफल तपु तीरथ त्यागू । आजु सुफल जप जोग बिरागू ॥
सफल सकल सुभ साधन साजू । राम तुम्हहि अवलोकत आजू ॥३॥
लाभ अवधि सुख अवधि न दूजी । तुम्हारें दरस आस सब पूजी ॥
अब करि कृपा देहु बर एहू । निज पद सरसिज सहज सनेहू ॥४॥
(दोहा)
करम बचन मन छाड़ि छलु जब लगि जनु न तुम्हार ।
तब लगि सुखु सपनेहुँ नहीं किएँ कोटि उपचार ॥ १०७ ॥
*
MP3 Audio
*
ભારદ્વાજ મુનિ દ્વારા રામનો સત્કાર
કુશળ પૂછતાં આસન ધર્યું, પરિપૂર્ણપણે પૂજન કર્યું;
કંદમૂળ ફળ અંકુર ધરી સત્કાર રહ્યા મુનિવર કરી.
ગુહ લક્ષ્મણ સીતાની સાથ માણ્યો રામે સહુનો સ્વાદ;
બન્યા વિગતશ્રમ રામ પ્રસન્ન રઘુવર ત્યારે વદ્યા વચન.
આજ સફળ તપ તીરથ ત્યાગ આજ સફળ જપ યોગ વિરાગ;
સફળ સકળ શુભ સાધનસાજ કરતાં રઘુવર, દર્શન આજ.
દર્શન એજ પરમસુખ લાભ, પૂર્ણ થઇ સૌ મુજ સુખઆશ;
કૃપા કરી વરને દો એહ નિજપદ સરસિજ સહજ સનેહ.
(દોહરો)
કર્મ વચન મન છળ તજી તમારો જ આધાર
ના લે તેને સુખ મળે સ્વપ્ને પણ ન અપાર.

