मार्ग में मिले लोगों की प्रतिक्रिया
जे पुर गाँव बसहिं मग माहीं । तिन्हहि नाग सुर नगर सिहाहीं ॥
केहि सुकृतीं केहि घरीं बसाए । धन्य पुन्यमय परम सुहाए ॥१॥
जहँ जहँ राम चरन चलि जाहीं । तिन्ह समान अमरावति नाहीं ॥
पुन्यपुंज मग निकट निवासी । तिन्हहि सराहहिं सुरपुरबासी ॥२॥
जे भरि नयन बिलोकहिं रामहि । सीता लखन सहित घनस्यामहि ॥
जे सर सरित राम अवगाहहिं । तिन्हहि देव सर सरित सराहहिं ॥३॥
जेहि तरु तर प्रभु बैठहिं जाई । करहिं कलपतरु तासु बड़ाई ॥
परसि राम पद पदुम परागा । मानति भूमि भूरि निज भागा ॥४॥
(दोहा)
छाँह करहि घन बिबुधगन बरषहि सुमन सिहाहिं ।
देखत गिरि बन बिहग मृग रामु चले मग जाहिं ॥ ११३ ॥
*
MP3 Audio
*
માર્ગમાં દર્શનાર્થીઓની પ્રતિક્રિયા
વસતાં પંથે જે નગરે કે ગામે તેને સુર નાગ નગર વખાણે,
કોણે પુણ્યઘડીએ વસાવ્યાં સ્થાનો આવા તે કામમાં આવ્યાં ?
જ્યાં જ્યાં કરતા શ્રીરામ પ્રયાણ બનતું સ્વર્ગથી સુખદ તે સ્થાન;
પુણ્યશાળી પથ નિકટનિવાસી, કરતા પ્રશંસા સુરપુરવાસી
ભરી નયન જે દેખતા રામ સીતા લક્ષ્મણ સહિત ઘનશ્યામ
જે સર-સરિતામાં કરતા સ્નાન અન્ય એ સૌનાં કરતાં વખાણ.
(દોહરો)
જે વૃક્ષતણી છાંયમાં વિરાજતા પ્રભુ એ
કલ્પવૃક્ષ પણ તેમની કરતાં સ્તુતિ સઘળે.
સુર સુમનો વરસાવતા, વાદળ કરતા છાંય,
જોતાં ગિરિવન વિહ મૃગ વધતા વન રઘુરાય.

