Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामविरह की वेदना से व्यथित सुमंत्र
 
गुह सारथिहि फिरेउ पहुँचाई । बिरहु बिषादु बरनि नहिं जाई ॥
चले अवध लेइ रथहि निषादा । होहि छनहिं छन मगन बिषादा ॥१॥
 
सोच सुमंत्र बिकल दुख दीना । धिग जीवन रघुबीर बिहीना ॥
रहिहि न अंतहुँ अधम सरीरू । जसु न लहेउ बिछुरत रघुबीरू ॥२॥
 
भए अजस अघ भाजन प्राना । कवन हेतु नहिं करत पयाना ॥
अहह मंद मनु अवसर चूका । अजहुँ न हृदय होत दुइ टूका ॥३॥
 
मीजि हाथ सिरु धुनि पछिताई । मनहँ कृपन धन रासि गवाँई ॥
बिरिद बाँधि बर बीरु कहाई । चलेउ समर जनु सुभट पराई ॥४॥
 
(दोहा)    
बिप्र बिबेकी बेदबिद संमत साधु सुजाति ।
जिमि धोखें मदपान कर सचिव सोच तेहि भाँति ॥ १४४ ॥

*
MP3 Audio

*
 
રામવિરહની વેદનામાં ડૂબ્યો સુમંત્ર
 
(દોહરો) 
ચાલ્યા અવધ તરફ લઇ રથ એ ચાર નિષાદ,
ક્ષણેક્ષણે પેદા થતો અસહ્ય ઘોર વિષાદ.
 
કર્યો શોક સુમંત્રે દીન વ્યર્થ જીવન આ રઘુવરહીન;
અંતે રહેશે ના અધમ શરીર રહ્યું કેમ તો વેઠીને પીડ ?
 
પામી અપયશ ને અઘ પ્રાણ કરે કેમ ના હજુયે પ્રયાણ ?
મૂર્ખ મન આ અવસર ગયું ચૂકી, હૈયું કેમ ગયું નવ તૂટી ?
 
દ્રવ્ય નિધિને કૃપણ ખોવે જેમ, લાગ્યું દુઃખ સુમંત્રને તેમ;
બની સુભટ સમરમાં લડે ના દશા દારુણ તેવી થઇ હા !
 
(દોહરો)  
વિપ્ર વિવેકી વેદવિદ સજ્જનમાન્ય કદી
સુરાપાન ભૂલે કરે ને પસ્તાય ઘડી
શોક સુમંત્રે ત્યમ કર્યો પશ્ચાતાપ રડી.