Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सुमंत्र दशरथ को राम का संदेश सुनाता है
 
केवट कीन्हि बहुत सेवकाई । सो जामिनि सिंगरौर गवाँई ॥
होत प्रात बट छीरु मगावा । जटा मुकुट निज सीस बनावा ॥१॥
 
राम सखाँ तब नाव मगाई । प्रिया चढ़ाइ चढ़े रघुराई ॥
लखन बान धनु धरे बनाई । आपु चढ़े प्रभु आयसु पाई ॥२॥
 
बिकल बिलोकि मोहि रघुबीरा । बोले मधुर बचन धरि धीरा ॥
तात प्रनामु तात सन कहेहु । बार बार पद पंकज गहेहू ॥३॥
 
करबि पायँ परि बिनय बहोरी । तात करिअ जनि चिंता मोरी ॥
बन मग मंगल कुसल हमारें । कृपा अनुग्रह पुन्य तुम्हारें ॥४॥
 
(छंद)
तुम्हरे अनुग्रह तात कानन जात सब सुखु पाइहौं ।
प्रतिपालि आयसु कुसल देखन पाय पुनि फिरि आइहौं ॥
जननीं सकल परितोषि परि परि पायँ करि बिनती घनी ।
तुलसी करेहु सोइ जतनु जेहिं कुसली रहहिं कोसल धनी ॥
 
(सोरठा)
गुर सन कहब सँदेसु बार बार पद पदुम गहि ।
करब सोइ उपदेसु जेहिं न सोच मोहि अवधपति ॥ १५१ ॥

*
MP3 Audio

*
 
સુમંત્ર દશરથને રામનો સંદેશો સંભળાવે છે
 
(દોહરો) 
નિષાદરાજે સર્વની સેવા ખૂબ કરી;
શૃંગવેરપુરમાં કરી રાત પસાર બધી.
 
વડનું દૂધ પ્રભાતમાં મંગાવ્યું પ્રેમે,
રામ લક્ષ્મણે શિર કર્યો જટા મુકુટ કેમે.
 
નિષાદરાજે તે પછી સરસ મગાવી નાવ,
બેસાડી સીતા પ્રથમ રાજ્યા શ્રીરઘુરાય.
 
લક્ષ્મણ પણ શરચાપને પછી કરી તૈયાર
બેઠા નાવે રામની અનુમતિ તત્કાળ.
*
વિકળ મને દેખી રઘુવીર વદ્યા વચન મધુ ધરતાં ધીર,
કરી પિતાને પ્રેમપ્રણામ પદપંકજ પકડી અભિરામ
 
કરજો અરજ, પિતા ન કદી ચિંતા કરશો મારી ઘડી;
તમારી કૃપાથકી બધે વનપથમાં શુભ મંગલ થશે.
 
(છંદ)
અનુગ્રહ તમારો મેળવી પામીશ સુખ વનમાં સદા,
આદેશ પાળી ફરી આવી મળીશ બધાંને કદા;
જનની સકળ પરિતોષતાં કરજો અરજ નમતાં ઘણી,
કરજો પ્રયત્ન સદાય એવા કુશળ રહે કોશલધણી.
 
(દોહરો) 
ગુરુને પ્રેમે પ્રણમતાં દેજો મુજ સંદેશ,
પિતા વિષાદ કરે નહીં દો એવો ઉપદેશ.