Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत को अपशुकन हुए
 
चले समीर बेग हय हाँके । नाघत सरित सैल बन बाँके ॥
हृदयँ सोचु बड़ कछु न सोहाई । अस जानहिं जियँ जाउँ उड़ाई ॥१॥
 
एक निमेष बरस सम जाई । एहि बिधि भरत नगर निअराई ॥
असगुन होहिं नगर पैठारा । रटहिं कुभाँति कुखेत करारा ॥२॥
 
खर सिआर बोलहिं प्रतिकूला । सुनि सुनि होइ भरत मन सूला ॥
श्रीहत सर सरिता बन बागा । नगरु बिसेषि भयावनु लागा ॥३॥
 
खग मृग हय गय जाहिं न जोए । राम बियोग कुरोग बिगोए ॥
नगर नारि नर निपट दुखारी । मनहुँ सबन्हि सब संपति हारी ॥४॥
 
(दोहा)  
पुरजन मिलिहिं न कहहिं कछु गवँहिं जोहारहिं जाहिं ।
भरत कुसल पूँछि न सकहिं भय बिषाद मन माहिं ॥ १५८ ॥

*
MP3 Audio

*
 
ભરતને અપશુકન થયા
 
(દોહરો)
સ્મરી ગણેશ સમીરશા વેગવાન હયને
હાંકી પાર કર્યાં વિવિધ શૈલ સરિત વનને.
 
શોક ઉરે આનંદ ના, પ્રતિપળ કરે વિચાર
જઉં અવધમાં વિપળમાં ઊડીને તત્કાળ.
 
નિમીષ વર્ષ સમી ગઈ; પુરમાં થતાં પ્રવેશ.
અપશુકન થયા, કટુ સ્વરે બોલ્યા કાગ અનેક.
*
ખર શિયાલ બોલ્યાં પ્રતિકૂળ જગવી ભરત ચિત્તમાં શૂળ;
શ્રીહત સરસરિતા વનબાગ; લાગી નગરે જાણે આગ.
 
ખગ મૃગ હય ગય દીન બન્યાં, રામવિયોગ કુરોગભર્યાં,
નારીનર સહુ આર્ત થયાં, વૈભવ વંચિત છેક બન્યાં.
 
(દોહરો)
પુરજન બોલ્યાં ના કશું વંદી થયાં વિદાય,
ભરતે પૂછ્યું ના કશું, વિષાદ ભય મનમાંહી.