भरत ने कैकेयी को झाडा
बिकल बिलोकि सुतहि समुझावति । मनहुँ जरे पर लोनु लगावति ॥
तात राउ नहिं सोचे जोगू । बिढ़इ सुकृत जसु कीन्हेउ भोगू ॥१॥
जीवत सकल जनम फल पाए । अंत अमरपति सदन सिधाए ॥
अस अनुमानि सोच परिहरहू । सहित समाज राज पुर करहू ॥२॥
सुनि सुठि सहमेउ राजकुमारू । पाकें छत जनु लाग अँगारू ॥
धीरज धरि भरि लेहिं उसासा । पापनि सबहि भाँति कुल नासा ॥३॥
जौं पै कुरुचि रही अति तोही । जनमत काहे न मारे मोही ॥
पेड़ काटि तैं पालउ सींचा । मीन जिअन निति बारि उलीचा ॥४॥
(दोहा)
हंसबंसु दसरथु जनकु राम लखन से भाइ ।
जननी तूँ जननी भई बिधि सन कछु न बसाइ ॥ १६१ ॥
*
MP3 Audio
*
ભરત કૈકેયીને વખોડી કાઢે છે
(દોહરો)
શોક નૃપતિનો ના ઘટે; કર્યો પુણ્યયશભોગ
જીવન ધન્ય કરી ગયા અંતે છે સુરલોક.
તજી શોકને રાજ્યનો કર ઉત્તમ ઉપભોગ.
શબ્દ સુણી વ્યાકુળ બન્યા અતિશય રાજકુમાર,
પાકેલા ઘા પર પડયો જાણે કે અંગાર.
ભરતે ધારી ધૈર્યને છોડી શ્વાસ કહ્યું,
સર્વ પ્રકારે કુળ બધું તુજથી નષ્ટ થયું.
ઇચ્છા તારી પાપિણી હતી દુષ્ટ જો આમ,
મારી નાખ્યો તો નહીં જન્મ દઇ શું કામ ?
પર્ણ પોષવા કાજ તેં કાપ્યું વૃક્ષ બધું,
જીવન દેવા મીનને જળ સોસ્યું સઘળું.
સૂર્ય વંશ, દશરથ પિતા, બંધુ અનુજ ને રામ,
પરંતુ જનની તું બની; બન્યા વિધાતા વામ.

